બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: બ્રિસ્બેનના ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે. મેચના ચોથા દિવસે ભારતની લથડતી ઇનિંગ્સને ઓપનર કેએલ રાહુલે સંભાળી હતી અને 84 રનની ઇનિંગ રમી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રાહુલ અત્યાર સુધીનો ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે અને તેણે તમામ મેચોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.
રાહુલ ચૂક્યો સદી
જોકે, રાહુલ કમનસીબ રહ્યો તેણે 84 રન કર્યા અને માત્ર 14 રનથી સદી ચૂકી ગયો. રાહુલની ઇનિંગ્સનો અંત ઓસ્ટ્રેલિયાના શાનદાર ફિલ્ડરોમાંથી એક સ્ટીવ સ્મિથે કર્યો હતો, જેણે સ્લિપમાં જોરદાર કેચ લીધો હતો. તેનો આ કેચ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને ચોથા દિવસના પહેલા જ બોલ પર સ્લિપમાં રાહુલનો કેચ છોડ્યો હતો પણ બાદમાં એક હાથે શાનદાર કેચ લઈને પોતાની ભૂલને જબરદસ્ત રીતે સુધારી લીધી.
સ્મિથના કેચે બધાને ચોંકાવ્યા
રાહુલ જ્યારે આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 141 રને 6 વિકેટ હતો. આ સમયે ઓફ સ્પિનર નાથન લિયોન બોલિંગ કરી રહ્યો હતો. રાહુલે લિયોનના બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટના બ્લેડની બહારની ધાર સાથે અથડાયો અને પહેલી સ્લિપમાં સ્મિથ પાસે ગયો. સ્મિથનો આ કેચ જોઈને મેદાન પર હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
A STUNNER FROM STEVE SMITH 😳
– End of a class knock from KL Rahul. pic.twitter.com/WhkMmcodPB
— Johns. (@CricCrazyJohns) December 17, 2024
જાડેજાનું સારું પ્રદર્શન
રાહુલની વિકેટ ભારત માટે મોટો ફટકો છે કારણ કે ટીમ હવે ફોલોઓનનો ખતરો છે. ભારતે ચોથા દિવસની શરૂઆત કેએલ રાહુલ અને રોહિત શર્મા સાથે કરી હતી. કાંગારૂ ટીમની શાનદાર બોલિંગ સામે કેપ્ટન શર્મા ભલે ટકી ન શક્યો, પરંતુ જાડેજાએ રાહુલ સાથે શાનદાર રમત રમી. ભારતની આ ઇનિંગ દરમિયાન રાહુલ એકમાત્ર બેટ્સમેન હતો જેના ખભા પર ઘણી જવાબદારી હતી.