કઇંક અલગ જ દુનિયા છે, આ સાન્તાક્લોઝના ગામની. જાણો એવું તો શું છે આ ‘ફિનલેન્ડ’ની દુનિયામાં?
1. ક્રિસમસ
આજે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ક્રિસમસના દિવસે 25મી ડિસેમ્બરે સાન્તાક્લોઝને યાદ કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે નાતાલ પર સાંતાનું ગામ કેવું લાગે છે?
2. રોવેનીમી
તમને જણાવી દઈએ કે, સાન્તાક્લોઝ ફિનલેન્ડના રોવેનીમી ગામમાં રહે છે. અહીં સાંતાની એક ઝૂંપડી પણ છે. ક્રિસમસ પર સાંતાના ગામનો નજારો ખૂબ જ અદભુત જોવા મળે છે.
3. ક્રિસમસ લાઇટ
ગામની આજુબાજુ બરફથી ઢંકાયેલા વૃક્ષો અને ઘરો છે, જે ક્રિસમસ લાઇટથી ચમકી રહ્યાં છે. ગામની વચ્ચોવચ રોપાયેલું નાતાલનું વૃક્ષ દૂરથી દેખાય છે. ઘણા લોકો ક્રિસમસ ટ્રીની આસપાસ ભેગા થાય છે અને ગીતો ગાય છે.
4. ગિફ્ટ્સ
સાંતા નાતાલના દિવસે ગામમાં આવે છે. સાંતા ગામમાં આવતાની સાથે જ અહીંના લોકો ખુશીથી નાચે છે. બાળકો સાન્ટા પાસે દોડે છે અને નાતાલના સપના કહે છે. સાંતા પોતાની સાથે ઘણી ગિફ્ટ્સ લાવે છે અને ત્યાં હાજર રહેલા બાળકોને તે ગિફ્ટ્સ આપે છે.