એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને તેના બોયફ્રેન્ડ જહીર ઇકબાલના લગ્નને 5 મહિના થઈ ગયા છે પરંતુ બંને હજુ સુધી હનીમૂન એન્જોય કરી રહ્યા છે. 5 મહિનામાં 4 વખત હનીમૂન પર બંને ગયા છે ત્યારે છેલ્લા વેકેશનના એક વિડીયોમાં સોનાક્ષી અને જહીર વચ્ચે ઝગડો થતાં સોનાક્ષીએ તેને ગુસ્સામાં લાફો મારતો વિડીયો જોઈને તેના ફેન્સને આંચકો લાગ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
સોનાક્ષી અને જહીર હાલ તેમના લગ્નના પાંચ મહિનાને સેલિબ્રેટ કરવા માટે ચોથા હનીમૂન પર ફ્લોરેન્સ ગયા હતા. સોનાક્ષી અને જહીર બંને પોતાના મસ્તી મજાકવાળા અંદાઝને લીધે જાણીતા છે. ઘણી વાર બંનેના એકબીજા સાથે પ્રેન્ક કરતાં કે પછી સ્વીટ મોમેન્ટ્સ શેર કરતાં વિડીયો પોસ્ટ કરે છે ત્યારે નવા એક વિડિયોમાં ઠંડીના લીધે સોનાક્ષી પોતાને કવર કરતી નજરે પડે છે.
સોનાક્ષીએ માર્યો જહીરને લાફો
બંને જણા એક રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છે અને ત્યાં પહોંચીને લાગ જોઈને સોનાક્ષી જહીરને એક લાફો મારી દે છે, જો કે તે ગુસ્સામાં નહીં પણ પ્રેમથી લાફો મારે છે. તો સોનાક્ષીના લાફો મારતા જહીર એકદમ ચોંકી ઉઠે છે અને વિડીયો બંધ કરી દે છે. સોનાક્ષીએ આ વિડીયો શેર કર્યો છે જેમાં કેપ્શનમાં લખ્યું છે કે – “એક તો ઠંડી ઔર ઉપર સે એ આદમી”
ફેન્સે કરી ટીખળ
તેમના આ વિડિયોને જોઈને તેમના ફેન્સે ટીખળ કરતાં કહ્યું છે કે તમારા વિડીયો ખૂબ ફની હોય છે, તો અન્ય એક ફેને લખ્યું કે તમે આવા વિડીયો ના શેર કરશો નહીં તો તમને લોકોની નઝર લાગી જશે. જો કે હાલ સોનાક્ષીસિંહા તેના પતિ જહીર ઇકબાલ અને મમ્મી- પપ્પા પૂનમ અને શત્રુઘ્ન સિંહા સાથે એક ટીવી ઇંટરવ્યૂમાં નજરે આવી હતી.