સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે પરંતુ ચક્રવાતી પરિભ્રમણની રચનાને કારણે ચક્રવાતી વાવાઝોડાની સંભાવના છે અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે મેદાનોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 6 દિવસ માટે 8 થી 13 નવેમ્બર સુધી હવામાનની આગાહી કરી છે. આ 6 દિવસમાં દેશના 5 દરિયાકાંઠાના રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. જેમાં કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં મિશ્ર હવામાન ચાલી રહ્યું છે. બપોરે ગરમી હોય છે જ્યારે રાત્રે અને સવારે ઠંડી હોય છે. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી 4-5 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. IMD અનુસાર 15 નવેમ્બર પછી ધુમ્મસ વધશે. આજે ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું હતું. જ્યારે નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે.
રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 38.6 ડિગ્રી, ભુજમાં 38.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, અમદાવાદમાં 36.6 ડિગ્રી, પોરબંદરમાં 36.4 ડિગ્રી, વેરાવળમાં 36.3 ડિગ્રી, ગાંધીનગરમાં 36.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વિદ્યાનગરમાં 9 ડિગ્રી, સુરતમાં 35.8, કેશોદમાં 35.8, ભાવનગરમાં 35.6, નલિયામાં 35.5, મહુવામાં 35.4, જામનગરમાં 35.1, કંડલા પોર્ટમાં 35, ઓખામાં 32.5, ઓખામાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Rainfall Warning : 09th November to 13th November 2024
वर्षा की चेतावनी : 09th नवंबर से 13th नवंबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #Kerala@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts@tnsdma @KeralaSDMA pic.twitter.com/WdYo8YTOfc— India Meteorological Department (@Indiametdept) November 7, 2024
આ તરફ આપણે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 19.5 ડિગ્રી, મહુવામાં 19.8 ડિગ્રી, અમરેલીમાં 20.8 ડિગ્રી, કેશોદમાં 21.1 ડિગ્રી, વડોદરામાં 21.4 ડિગ્રી, ડીસામાં 21.8 ડિગ્રી, 22.2, રાજકોટમાં 22.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં 22.3, 22.5, પોરબંદરમાં 23, સુરેન્દ્રનગરમાં 23, વલ્લભ વિદ્યાનગરમાં 23.4, ભુજમાં 23.8, વેરાવળમાં 24.4, કંડલા પોર્ટમાં 25, ઓખામાં 27 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઝારખંડમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડમાં 8 થી 11 નવેમ્બર સુધી આગામી 4 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. સવારે ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહેશે. મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. 8 નવેમ્બરે કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદ પડશે. 9 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે. 10 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે.
11 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં વાદળો છવાયેલા રહેશે. તામિલનાડુ, કેરળ, માહે, પુડુચેરી, કરાઈકલમાં 12 અને 13 નવેમ્બરે પણ ભારે વરસાદની સંભાવના છે. આ પાંચ રાજ્યોમાં વરસાદની અસર આસપાસના રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર દેશના બાકીના ભાગોમાં ઠંડીના રૂપમાં જોવા મળી શકે છે.
