આવતીકાલ એટલે કે શુક્રવાર 3 જાન્યુઆરીના રોજ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની 5 મી અને છેલ્લી મેચ સિડનીમાં યોજાશે એ પહેલા આજે ગુરુવારે હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇંડિયાના એક ધકડ પ્લેયરના મેચમાંથી બહાર થયાના સમાચાર આપ્યા છે.
સિડની મેચમાંથી બહાર
ઇંડિયન ફાસ્ટ બોલર આકાશદીપે મેલબર્નમાં બે ટેસ્ટ મેચ દરમિયાન 5 વિકેટ લીધી હતી. કોચ ગૌતમ ગંભીરે મેચ પહેલાંની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ” આકાશદીપ કંરની તકલીફને કારણે બહાર છે” ગૌતમે કહ્યું કે પ્લેઈંગ 11 પિચ જોયા બાદ નક્કી કરવામાં આવશે. ત્યારે આકાંદિપે બે ટેસ્ટમાં 87.5 ઓવર ફેંકી હતી તેના લીધે પણ તેને આ કમરની તકલીફ થઈ હોય તેવું બની શકે છે.
કોચ ગૌતમ ગંભીરે કર્યું કન્ફર્મ
ઓસ્ટ્રેલિયાના મેદાન પર ઝડપી બોલરોને ઘૂંટણ, પગની ઘૂંટી અને પીઠની સમસ્યાનો સામનો કરવો જ પડતો હોય છે. આકાશદીપની જગ્યાએ હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણ રમી શકે છે. ભારત શ્રેણીમાં 1-2થી પાછળ છે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવા માટે તેને કોઈપણ ભોગે છેલ્લી ટેસ્ટ જીતવી જ પડે એમ છે.
રોહિત શર્મા પર હજુ પણ સસ્પેન્સ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને લઈને હજુ પણ સસ્પેન્સ છે. સુકાની રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમશે કે કેમ તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું, “રોહિત સાથે બધુ બરાબર છે અને મને નથી લાગતું કે પ્રેસ કોન્ફરન્સમાં તેની ગેરહાજરી ચર્ચાનો વિષય છે. મુખ્ય કોચ અહીં છે અને તે બહુ છે. અમે આવતીકાલે વિકેટ જોઈશું અને અમારી પ્લેઈંગ ઈલેવન પસંદ કરીશું.”