ક્રિકેટર ઋષભ પંત ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગ્લોરમાં રમાઈ રહી છે. ઋષભ પંત આ મેચના બીજા દિવસે ઈજાના કારણે મેદાનની બહાર ગયો હતો. ઋષભ પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા એ જ ઘૂંટણમાં થઈ છે જેની સર્જરી થઈ હતી. જો કે હવે તે મેચના ચોથા દિવસે શનિવારે બેટિંગ માટે મેદાનમાં ઉતરી શકે છે. ઋષભ પંત ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પેડ પહેરીને બેઠો જોવા મળ્યો હતો.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી ત્રીજા નંબરે અને સરફરાઝ ખાન ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ઋષભ પંત પાંચમા નંબરે બેટિંગ કરવા જઈ રહ્યો હતો. પરંતુ કોહલીના આઉટ થયા બાદ સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા હતા. આથી ઋષભ પંત બેટિંગ માટે મેદાન પર આવી શક્યો ન હતો. પરંતુ તે ચોથા દિવસે બેટિંગ કરવા આવશે. તેણે બ્રેક દરમિયાન પ્રેક્ટિસ પણ કરી હતી. ઋષભ પંતને બેટિંગમાં કોઈ સમસ્યા નથી.
Fighter Ready Hai Fight Karne ke Liye🔥
"Rishabh Pant has his Different Zone" #RishabhPant #INDvNZ #RohitSharma pic.twitter.com/Ld8Zf6UGpL— Sports In Veins (@sportsinveins) October 18, 2024
ટીમ ઈન્ડિયાએ બેંગ્લોર ટેસ્ટમાં જોરદાર વાપસી કરી
મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાએ બેંગ્લોર ટેસ્ટમાં શાનદાર વાપસી કરી છે. તે પ્રથમ દાવમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. વિરાટે 102 બોલનો સામનો કરીને 70 રન બનાવ્યા છે. કોહલીએ 8 ફોર અને 1 સિક્સર ફટકારી છે. સરફરાઝ ખાન 70 રન બનાવીને અણનમ છે. તેણે 78 બોલમાં 7 ફોર અને 3 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે 52 રનની ઇનિંગ રમી હતી.