બુધ ગ્રહ વૈદિક જ્યોતિષનો એક ખૂબ જ શુભ ગ્રહ છે અને બુધને વાણી, બુદ્ધિ, વેપાર, મિત્રતાનો ગ્રહ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ તેના વ્યક્તિત્વ, બૈદ્ધિક ક્ષમતા, સંચાર કૌશલ અને વ્યાવહારિક જીવનને પ્રભાવિત કરે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનો રાજકુમાર બુધ 25 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે 08:41 વાગ્યે વક્રી થશે, જે તમામ રાશિના લોકોના સ્વાસ્થ્ય, કારકિર્દી અને નાણાકીય સ્થિતિ પર અસર કરશે. થોડી રાશિઓ માટે તેની અસર શુભ રહેશે, જ્યારે થોડી રાશિઓને પરેશાનીનો સામનો કરવો પડશે.
વૃશ્ચિક
બુધની આ ચાલ વૃશ્ચિક રાશિના લોકો માટે માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને સારી આવક પણ થશે. આ સમયે તમારા બેંક બેલેન્સમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે અને પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે.
મિથુન
આ સમયે મિથુન રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ મળશે. નોકરીમાં વેતન વૃદ્ધિ થશે. વેપારમાં પણ લાભ થશે. સરકારી નોકરીમાં પ્રમોશનના અવસર છે. વેપાર માટે આ મહિનો લાભદાયક છે. નવા વેપારી સંબંધ બની શકે છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે. અચાનક ધનલાભ થશે.
તુલા
બુધની આ ચાલ તુલા રાશિ માટે શુભ રહેશે. વેપારમાં લાભ થશે, નોકરીમાં પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારમાં સ્થિરતા આવશે અને નફો થશે. નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો લાભ થઈ શકે છે. મિત્રો સાથે સંબંધ મજબૂત થશે.