ટેક્ષી સર્વિસ ઉબર પર જવા આવવા માટે લોકો પોતાની ઈચ્છા પ્રમાણેના વાહનો બૂક કરાવતા હોય છે પરંતુ ક્યારેક સાંભળ્યું છે કે કોઈએ પ્રાણીની સવારી બુક કરાવી હોય. ઈન્ટરનેટ પર આવા મજાના ઘાટનો એક વીડિયો વાયરલ થયો છે. હકીકતમાં દુબઈના રણમાં બે છોકરીઓ ભૂલી પડી હતી અને તેમણે ઉંટની સવારી બુક કરાવી હતી.
રાઈડ બુક કરાવ્યાં બાદ એક માણસ ઉંટ લઈને આવ્યો
છોકરીઓની નવાઈ વચ્ચે ઉબેર પર કેમલ રાઈડ બુક કરાવ્યાં બાદ એક માણસ ઊંટ લઈને દોડતો દોડતો આવી પહોંચ્યો હતો અને ત્યારે છોકરીઓને ખૂબ નવાઈ લાગી હતી. એક છોકરી તરત કૂદકો મારીને ઊંટ પર બેસી ગઈ હતી. ઊંટનો ઓર્ડર આપનાર સ્ત્રીએ પુરુષને પૂછ્યું, “તમે આજીવિકા માટે શું કરો છો?” અને તેણે જવાબ આપ્યો, “હું ઉબેર કેમલ ચલાવું છું. હું ખોવાયેલા લોકોને મદદ કરું છું.” ડ્રાઇવરે સમજાવ્યું કે તે રણમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવામાં નિષ્ણાત છે. આ વિડિયો દુબઈ-હટ્ટા રોડ પર અલ બદાયર ખાતે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
છોકરીઓની કેમલ રાઈડ બુકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક યુઝરે લખ્યું, ”ફક્ત દુબઈમાં જ તમે ઊંટનો ઓર્ડર આપી શકો છો, કારણ કે તે કોઈ મોટી વાત નથી.” બીજાએ મજાકમાં કહ્યું, ”સુરક્ષાના કારણોસર નંબર પ્લેટ ચેક કરવાનું સુનિશ્ચિત કરો. ત્રીજાએ કહ્યું, ”તમે રણની મધ્યમાં છો એવું લાગતું નથી! અમે ફક્ત તમારી પાછળ જ રસ્તો જોઈ શકીએ છીએ. અને તમે શારજાહમાં છો કારણ કે દુબઈમાં કોઈ લાલ ટેકરા નથી. ચોથાએ ઉમેર્યું, ”આનું મંચન તો કરવું જ પડશે ને? તે સાચું હોવું ખૂબ સારું છે! પાંચમાએ કહ્યું, ”તારી પાછળ એક રસ્તો છે, અને તમે કહો છો કે તમે રણની વચ્ચે છો અને ખોવાઈ ગયા છો.