ઉત્તર પ્રદેશથી વધુ એક હત્યાના ઘટના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક શિક્ષકની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી દેવાતા હડકંપ મચી હયો છે. વાસ્તવમાં મૃતક શિક્ષક કથિત રીતે શાળા તરફ ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલ બે ઇસમોએ શિક્ષકને પાછળના ભાગે ગોળી મારી હતી. આ તરફ ગોળી મારીને ઇસમો બાઇક લઈ નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત શિક્ષકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે. આ તરફ હવે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક શિક્ષકને બે બાઇક પર આવેલા હુમલાખોરોએ ધોળા દિવસે ગોળી મારી દીધી હતી. મૃતક શિક્ષકની ઓળખ શબાબુલ હુસૈન તરીકે થઈ છે. જેઓ કથિત રીતે તેમની લકરી ફાજલપુરની શ્રી સાંઈ પબ્લિક સ્કૂલ તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો પાછળથી આવ્યા અને તેના માથામાં ગોળી મારી દીધી હતી.
मुरादाबाद के मझोला थाना इलाके में स्कूल जा रहे शिक्षक की गोली मार कर हत्त्या। घटना सीसीटीवी में हुई कैद, बाईक सवार बदमाशों ने वारदात को अंजाम देकर हुए फरार। पुलिस जांच में जुटी। @Uppolice pic.twitter.com/gWuXCBIEAo
— RAVINDER JAINT (ABP NEWS) (@ravinderjaint) November 5, 2024
આ તરફ આ ભયાનક કૃત્ય નજીકના સીસીટીવીમાં કેદ થયું હતું અને હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. 5 નવેમ્બરના રોજ સામે આવેલા વિડિયોના જવાબમાં સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, માઝોલા પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરીને જરૂરી કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.