ઈક્વેડોરના સાંતા એલેના શહેરમાં એક પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બે પાઈલોટના મોત થયા હતા. મૃતક પાઇલટમાં કેપ્ટન ડાયના રુઇઝનો પણ સમાવેશ થાય છે. કેપ્ટન ડાયના રુઇઝ ઈક્વેડોરમાં સુપરસોનિક એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ મહિલા તરીકે ઓળખાતા હતા.
રોડ પર જ પ્લેન ક્રેસ થયું
દક્ષિણ અમેરિકન દેશ ઈક્વેડોરના સાંતા એલેના શહેરમાં એક ભયાનક દુર્ઘટના બને છે જેમાં ભીડભાળ વાળા રોડ પર જ પ્લેન ક્રેસ થાય છે. જેમાં બે પાઈલોટ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
લા લિબર્ટાડમાં બની ઘટના
આ દુર્ઘટનાની ઘટના મંગળવારે (26 નવેમ્બર) બની હતી. જો કે દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ વીડિયો સામે આવ્યો છે. ઈક્વેડોરિયમ એરફોર્સના જણાવ્યાનુસાર, પ્લેન ક્રેસની ઘટના સાન્ટા એલેના પ્રાંતના લા લિબર્ટાડ કેન્ટનમાં બની હતી. વાયુસેનાએ ક્રૂના નુકશાનની પુષ્ટિ કરી છે. ઇક્વેડોરિયન એર ફોર્સે મૃતકોની ઓળખ કેપ્ટન ડાયના એસ્ટેફાનિયા રુઇઝ સોલિસ અને કેડેટ જુઆન એન્ડ્રેસ પેચેકો રામિરેઝ તરીકે કરી હતી.
La Fuerza Aérea Ecuatoriana está de luto, tras el accidente de una aeronave de instrucción de la ESMA en La Libertad. Expresamos nuestras condolencias y apoyo a las familias de los tripulantes. 🙏🕊️ pic.twitter.com/OS9wBjDFg7
— Fuerza Aérea Ecuatoriana (@FuerzaAereaEc) November 27, 2024
તપાસ માટે બોર્ડની રચના કરાઈ
આ દરમિયાન, ઇક્વેડોર એરફોર્સે આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ઇક્વાડોરિયન એરફોર્સે કહ્યું, ‘આ અકસ્માતમાં જીવ ગુમાવનારા પાઇલટ્સના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. અમે અમારી સંસ્થાના મૂલ્યવાન સભ્યોની અપુરતી ખોટ પર શોક વ્યક્ત કરીએ છીએ. ઈક્વેડોર એરફોર્સે આ અકસ્માતની તપાસ માટે એક બોર્ડની રચના કરી છે, જે અકસ્માતનું કારણ શોધશે.