ક્રિસમસ ( નાતાલ) પહેલા 22 ડિસેમ્બર 2024 ના રોજ સુખ અને વૈભવના દાતા ગ્રહ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે. જેનો લાભ આ 3 રાશિના જાતકોનું ભાગી બદલી નાખશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 3 રાશિના જાતકોના ધન, વૈભવ અને સમૃદ્ધિમાં વધારો થશે.
1. ધન વૈભવનો કારક છે શુક્ર
વૈદિક જ્યોતિષમાં શુક્રને પ્રેમ, સુંદરતા, ધન, ઐશ્વર્ય, વિલાસ, વૈવાહિક સુખ, કલાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ જ્યારે કોઈ રાશિ કે નક્ષત્રમાં ગોચર કરે છે તો તે રાશિના સ્વામી ગ્રહથી પ્રભાવિત થઈને તેના જીવન પર ઊંડી અસર કરે છે. જો વાત કરીએ શુક્રની તો આ સમયે શુક્ર શ્રાવણ નક્ષત્રમાં બિરાજમાન છે.
2. 22 ડિસેમ્બરથી ઘનિષ્ઠ નક્ષત્રમાં કરશે પ્રવેશ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ શુક્ર ગ્રહ 11 ડિસેમ્બર, 2024 થી શ્રવણ નક્ષત્રમાં બેઠો છે અને તે આ નક્ષત્રને છોડીને 22 ડિસેમ્બર 2024 ને રવિવારે રાત્રે 10.25 કલાકે ધનિષ્ઠ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે સુખ અને સમૃદ્ધિ આપનાર શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન 3 રાશિના લોકોનું ભાગ્ય બદલી શકે છે. નાતાલ પહેલા શુક્રના આશીર્વાદથી આ 3 રાશિના જાતકોના ધન, વૈભવ અને સમૃદ્ધિમાં વધારો થશે.
3. શુક્ર ગોચરની રાશિઓ પર અસર
ધનિષ્ઠા નક્ષત્ર એ 27 નક્ષત્રોમાં 23મું નક્ષત્ર છે, જેનો સ્વામી મંગળ છે. આ નક્ષત્રમાં શુક્રના ગોચરને લીધે મંગળની કૃપા પણ રાશિના જાતકો પર વરસશે. શુક્ર અને મંગળનું આ સંયોજન લોકોને હિંમતવાન, સાહસિક અને નિર્ણાયક બનવામાં મદદરૂપ થશે તો આ રાશિના જાતકો નવી તક મેળવશે અને તેમના પ્રયાસ સફળતામાં પરિણમશે. ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
4. મેષ
શુક્રના ગોચરથી મેષ રાશિના જાતકોમાં નવી ઉર્જાનું સંચારણ થશે જે નેતૃત્વ ક્ષમતામાં વધારો કરશે આ ઉપરાંત આ જાતકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ સંકલ્પબદ્ધ બનશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. વેપારમાં ઘણો વિકાસ થશે અને રોકાણથી સારો નફો પણ મળી શકે છે. વ્યાપારીઓ પણ નવા વેપાર ભાગીદારો શોધી શકશે.
5. તુલા
તુલા રાશિના લોકો આત્મવિશ્વાસુ અને ન્યાયી હોય છે. શુક્રનું ગોચર તેમના આ ગુણોને વધુ વધારશે. તેઓ વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી બનશે. નાણાકીય લાભની નવી તકો મળી શકે છે. રચનાત્મક કાર્યથી આવક થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળશે. ભાગીદારી ફાયદાકારક રહેશે. વ્યવસાયિક યાત્રાઓ સફળ થશે અને નવા ગ્રાહકો મળી શકે છે.
6. ધનુ
ધનુ રાશિના જાતકો સ્વભાવથી આશાવાદી અને ઉત્સુક હોય છે. શુક્રનું આ ગોચર તેમને નવું જ્ઞાન શોધવાની પ્રેરણા આપશે. નાણાકીય લાભની નવી તકો મળશે. વિદેશ યાત્રાથી આર્થિક લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. પ્રમોશન મળવાથી કાર્યસ્થળે માન-સન્માન વધશે. આવક પણ બમણી થવાની સંભાવના છે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળશે. વિદેશ વેપારથી લાભ થશે. નવા કરાર થવાની સંભાવના છે.
