જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ડિસેમ્બર મહિનામાં ઘણા ગ્રહો ગોચર થશે અને નવી યુતિ બનાવશે. જેમાં બુધ તેની ચાલ બદલીને ઉત્તરમાર્ગી થશે તો શુક્ર પણ તેની રાશિ બદલશે. તો શુક્રના આ રાશિ પરિવર્તનથી 3 રાશિના જાતકોને ખૂબ લાભ કરાવશે, તેમને અતિશય ધનલાભ કરાવશે અને રાજા જેવી લાઈફ બનાવશે ત્યારે જાણી લો કે શું તમારી રાશિ આમાં છે કે નહીં ?
શુક્રનું થશે ડબલ રાશિ પરિવર્તન
શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ અને લકઝરી લાઈફનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેની સૌથી પહેલી અસર થાય છે. ડિસેમ્બરમાં શુક્ર બે વાર રાશિ પરિવર્તન કરશે ત્યારે તે જીવનમાં ભરપૂર ધન, પ્રેમ અને ખુશીઓ આપશે. 2 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગે શુક્ર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને 28 ડિસેમ્બરે રાતે 11:48 કલાકે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે આમ તેના બેવડું ગોચર ડબલ લાભ કરાવશે.
આ રાશિઓના જાતકોને થશે ફાયદો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને આ બેવડા ગોચરથી તેમના આકર્ષણમાં વધારો થશે, આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં તરક્કી થશે, બોસ સાથે સંબંધ સારા થશે. ધન લાભ માટેના નવા રસ્તા ખુલશે, રોકાણમાં પણ ફાયદો થશે અને જીવનસાથી સાથે પણ મધુરતા બની રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો આ સમય દરમિયાન વધારે રચનાત્મક અને કોમ્યુનિકેશનમાં કુશળ બનશે. નોકરીમાં પ્રમોશનની તક બને એમ છે. પગારમાં વધારો થવાની શક્યતા રહેલી છે. લેખન , કમ્યુનિકેશન અને માર્કેટિંગના ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે સારો સમય લઈને આવશે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત નવા લોકોને મળી શકો છો અને પ્રેમ સંબંધ મજબૂત બનશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ સમય જીવનમાં નવી ઉર્જા લઈને આવશે. નોકરીમાં સ્થિરતા આવશે. જોડે કામ કરતાં કર્મચારીઓ સાથે સંબંધ કેળવશે. ઘરથી જોડાયેલા કામમાં ધન લાભ થશે. વેપારમાં સ્થિરતા આવશે. પરિવાર સાથે સમય ગાળવા માટે યાત્રાનું આયોજન થાય એમ છે. પૈતૃક સંપત્તિ મળે એમ છે. ઘરમાં કોઈ શુભ કાર્યો પણ થઈ શકે છે. મોટા-પિતા અને ભાઈ- બહેન સાથે સમય વધારે સુમેળ ભર્યો પસાર થશે અને ખાસ ખાવા-પીવામાં અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.