1. શશ રાજયોગ
હિંદુ ધર્મમાં શનિને માત્ર એક ગ્રહ જ નથી માનવામાં આવતો પરંતુ તેને ભગવાન કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે અને જ્યારે શનિ 12 રાશિમાંથી કોઈપણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે લગભગ અઢી વર્ષ સુધી રહે છે. હાલમાં, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 29 માર્ચ, 2025 ના રોજ, ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે શનિ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરતા પહેલા શશ રાજયોગ બનાવશે. જેના કારણે ઘણી રાશિના લોકોને શુભ ફળ મળશે. જે જાતકોની કુંડળીમાં શશ રાજયોગ હોય છે તેઓને ધન અને સન્માન મળે છે. કઈ રાશિના જાતકોને થશે ધનલાભ.
2. વૃષભ રાશિ
શનિદેવ વૃષભ રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. તેનો ફાયદો એકથી વધુ કાર્યક્ષેત્રમાં મળી શકે છે. નોકરી કરતા જાતકોનો પગાર વધી શકે છે. વેપારીવર્ગને નફો મળવાના યોગ બનશે. એકંદરે આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ બની રહ્યા છે.
3. તુલા રાશિ
હાલમાં શનિ તુલા રાશિના પાંચમા ભાવમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં તુલા રાશિના જાતકોનું માન અને સન્માન વધશે. નોકરી કરતા જાતકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તો તેમાં સફળતા મળી શકે છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે.
4. ધન રાશિ
ધન રાશિના ત્રીજા ભાવમાં શનિ બેઠેલા છે અને આ જ કારણ છે કે આ સમયે ધન રાશિના જાતકો સમસ્યાઓથી ઘેરાયેલ છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, જલ્દી જ સફળતા મળશે. ખાસ કરીને જો બાળકો વિશે ચિંતિત છો, તો તે ચિંતાઓ દૂર થઈ જશે અને મુશ્કેલ પરિસ્થિતિઓથી સરળતાથી બહાર આવી શકશો.
5. મકર રાશિ
મકર રાશિના બીજા ભાવમાં શનિ બિરાજમાન છે, જે શુભ ફળ આપતા રહેશે. બધી મનોકામનાઓ આ સમયે પૂરી થશે અને જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તે પણ પૂરું થશે. આ ઉપરાંત, જો લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે, તો તે પણ હવે દૂર થઈ જશે.
6. કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ જ છે અને હાલમાં તેઓ આ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં, અચાનક ધન લાભ કરાવી શકે છે. નોકરી કરતા જાતકોને નવી તકો મળી શકે છે અથવા પગારમાં વધારો થઈ શકે છે. વેપારીવર્ગને પણ નફો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કોઈપણ સરકારી ટેન્ડર માટે પણ અરજી કરી શકો છો.