આ ફિલ્મનું નિર્દેશન કમલ હસને કર્યું હતુ, સાથે તેઓ પોતે લીડ એક્ટર તરીકે હતા. તબ્બુ આ ફિલ્મમાં લીડ હિરોઇન છે. લોકોને બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી. આ એક રોમેન્ટિક-કોમેડી પૅકેજ ફિલ્મ છે. જો કે આ ફિલ્મમાં અમરીશ પુરી અને જોની વોકર જેવા દિગ્ગજ કલાકારો પણ હતા.
પરંતુ આ ફિલ્મમાં એક નાની છોકરી પણ જોવા મળી હતી જેની ક્યુટનેસ જોઈને લોકોએ ખુબ વાહ વાહ કરી હતી . હવે તો તે છોકરી મોટી થઈ ગઈ છે અને તેણે બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ પણ આપી છે. એટલું જ નહીં આ છોકરીના નામે ઘણી હિટ ફિલ્મો છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આ છોકરી કમલ હસન અને તબ્બુની પુત્રીનો રોલ કરેલો છે. ભારતી રતનનું પાત્ર ભજવનાર બાળ કલાકાર બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ છે. આ ફિલ્મમાં કામ કરતી વખતે ફાતિમા માત્ર પાંચ વર્ષની હતી. હવે અભિનેત્રી 32 વર્ષની છે. ફાતિમાએ બોલિવૂડમાં પોતાને એક સફળ મહિલા તરીકે પોતાની ઓળખ બનાવી છે. તે હવે ઘણી શાનદાર ફિલ્મો આપી રહી છે. લોકોને તેની એક્ટિંગ પસંદ પણ આવી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે.
સુપરહીટ ફિલ્મ ‘દંગલ’ માં ફાતિમા સના જોવા મળે છે. અને તે બાદ ખૂબ લોકપ્રિય બની છે. ફાતિમાએ ‘દંગલ’માં ગીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ફાતિમા એકદમ નાની હતી, પરંતુ તેનો રોલ ઘણો અસરકારક હતો.
લીડ તરીકે અભિનેત્રીની આ પ્રથમ ફિલ્મ હતી, ફાતિમા સના શેખની ફિલ્મ ‘દંગલ’ એ અનેક રેકોર્ડ બનાવ્યો. સાથે સુપરસ્ટાર આમિર ખાન સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો . તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. આ ફિલ્મે વિશ્વભરમાં 2000 કરોડથી વધુની કમાણી કરી હતી.
આ ફિલ્મોમાં કામ કર્યું
આ ફિલ્મ સિવાય ફાતિમા સના શેખે બીજી ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે. ગયા વર્ષે રીલિઝ થયેલી ‘સામ બહાદુર’માં ઈન્દિરા ગાંધીના પાત્રને ખૂબ સારી રીતે તેણે રજૂ કર્યું હતું . તેણે ‘સૂરજ પર મંગલ ભરી’ અને ‘ધક ધક’માં પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. હવે ટૂંક સમયમાં અભિનેત્રી ‘મેટ્રો ધીઝ ડેઝ’માં જોવા મળશે. બાળ કલાકાર તરીકે ફાતિમાએ ‘બડે દિલવાલા’, ‘ખૂબસુરત’, ‘એક બે કા ફોર’, ‘ઈશ્ક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


