વર્ષ 2024 પૂરું થાય એ પહેલા શનિ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે ત્યારબાદ નવા વર્ષ અન્ય ગ્રહો પણ રાશિ પરિવર્તન કરશે. ગ્રહોના રાજકુમાર કહેવાતા બુદ્ધની વાત કરી તો 4 જાન્યુઆરી 2025ના દિવસે પહેલું રાશિ પરિવર્તન કરશે, આ દરમિયાન ધનુ રાશિમાં બુધ પ્રવેશ કરશે, ત્યારબાદ બુધ 24 જાન્યુઆરી 2025 ના રોજ ફરી ગોચર કરશે જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે.
પંચાંગ અનુસાર 24 જયુઆરી 2025 ના રોજ સાંજે 5 વગીને 45 મિનિટે બુધ ગોચર કરશે એ દરમિયાન તે શનિની રાધી મકરમાં પ્રવેશ કરશે જે 3 રશીઓના જાતકો માટે ગોલ્ડન સમય લાવશે. ચાલો જાણીએ કઈ છે આ 3 રાશિઓ.
મેષ
મેષ રાશિ માટે બુધનું ગોચર ફળદાયી રહેશે. શનિના મકર રાશિમાં પ્રવેશને કારણે મેષ રાશિના જાતકોને શુભ ફળ મળી શકશે. તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો, જેનાથી સમાજમાં તમારું સન્માન વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. સંબંધો સુધરશે અને પરસ્પર મતભેદો દૂર થશે. તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો, ફક્ત સમર્પણ સાથે કામ કરતા રહો. જીવનશૈલી પહેલા કરતા વધુ સારી રહેશે. વિવાહ પ્રસ્તાવ આવી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવાની યોજના બનાવી શકો છો.
ધનુ
બુધનું ગોચર ધનુ રાશિ માટે સારું સાબિત થશે. તમે જીવનમાં તમામ સુખ-સુવિધાઓ અને લક્ઝરીનો આનંદ માણવામાં સફળ થશો. કાર્યસ્થળ પર તમે સહકર્મીઓનો સહયોગ મેળવી શકશો. વેપારી માટે સમય સારો રહેશે. વેપારમાં પ્રગતિ થશે. બાકી રહેલા પૈસા તમને મળશે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારી લેજો. જો તમે તમારા જીવનસાથીની સલાહ બાદ કામ કરશો તો તમને નુકસાન નહીં થાય.
મકર
મકર રાશિ માટે બુધનું ગોચર ફળદાયી રહેશે. બીજા માટે વિચારતા પહેલા તમારા માટે નિર્ણય લેતા શીખો. નહિંતર તમને પાછળથી પસ્તાવો થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખતા પણ શીખો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારી માટે સમય સારો રહેશે. નફો મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમે દરેક પ્રકારની સુવિધાઓનો આનંદ માણી શકશો. પરિવારના સભ્યો સાથેના સંબંધો પહેલા કરતા સારા રહેશે.