નવગ્રહોમાં શનિ અને ગુરુને સૌથી ખાસ ગ્રહ માનવામાં આવે છે. દિવાળીના દિવસે બંને ગ્રહોની વક્રી દરેક રાશિ પર અસર કરશે પરંતુ આ 3 રાશિઓ માટે આ ખુશીઓના ડબલ ધમાકા જેવુ છે. જાણો આ વર્ષે દિવાળી પર કઈ 3 રાશિઓનુ ભાગ્ય ખુલશે.
1. જ્યોતિષ શાસ્ત્ર
શનિ ગ્રહ અઢી વર્ષે ગોચર કરે છે અને ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમયે શનિ અને ગુરુ બંને ગ્રહો વક્રી થઈ રહ્યા છે. શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી છે અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ઉલટા દિશામાં આગળ વધી રહ્યો છે. દિવાળીના દિવસે શનિ અને ગુરુ બંને વક્રી રહેશે.
2. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ગુરુ અને શનિની વક્રી ફાયદાકારક સાબિત થશે. નોકરી શોધતા જાતકોને મનગમતી નોકરી મળશે. જે લોકો નોકરી કરે છે તેમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. વર્કપ્લેસ પર ચાલતી સમસ્યામાંથી છુટકારો મળશે. વ્યાપારમાં લાભ થશે. ઘણા સ્ત્રોતોથી પૈસા આવશે. જીવનમાં ખુશી રહેશે.
3. ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે ગુરુ અને શનિની વક્રી લાભદાયી રહેશે. દરેક ક્ષેત્રે સફળતા મળશે. કરિયરમાં પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે. તમારા કામની પ્રશંસા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.
4. કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિ અને ગુરુની વક્રી રાહત આપી શકે છે. ખર્ચા અને સમસ્યાનો અંત આવશે. ખિસ્સું ભરેલું રહેશે અને મગજમાં શાંતિ થશે. ધન-ધાન્યમાં વધારો આવી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. સમાજમાં માન-સન્માન વધશે. દિવાળીના તહેવારે ભરપૂર આનંદ મળશે.
