રોજિંદા જીવનમાં ઘણા લોકો આર્થિક તંગી માંથી પસાર થતા હોય છે. કેટલાક લોકો ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સુધરવાને બદલે ખારાબ થતી જાય છે. પરંતુ આ નવરાત્રી દરમિયાન કેટલાક નાના-નાના કામ કરવાથી મા દુર્ગાની તમારી ઉપર કૃપા વરસશે. જેથી તમારૂ ભાગ્ય બદલાશે અને ધનલાભના યોગ સર્જશે.
જ્યોતિષ પરાણ ટાગોરના જણાવ્યા મુજબ, જો કોઈ રીતે બેંકની લોન ચૂકવવામાં અસમર્થ હોય, તો પૂજા દરમિયાન દેવીને ઈલાયચી અને લવિંગ સાથે નાગરવેલનું પાન ચઢાવો. જેનાથી ધનલાભ થશે. જેથી તમે તમારૂં દેવું વહેલી તકે ચૂકવી શકશો.
તેમણે આગળ જણાવ્યું કે, જો તમારે સંપત્તિ જોઈતી હોય તો સપ્તમીથી નવમી સુધી દુર્ગા પૂજા દરમિયાન દેવીને નાગરવેલનાં પાન પર ગુલાબની પાંખડીઓ ચઢાવો. જેનાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે. પરંતુ નવમી પછી આ નાગરવેલનાં પાનને પાણીમાં તરતા રાખવા જોઈએ.
જો તમને તમારા વર્ક લાઈફમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા તમે તમારા વ્યવસાયને કોઈપણ રીતે સુધારી શકતા નથી. તો તમે દુર્ગા પૂજા દરમિયાન માતાજીને નાગરવેલનું પાન અર્પણ કરીને પ્રાર્થના કરો. માં દુર્ગા તમારા ધંધામાં બરકત લાવશે.