નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. અને જ્યોતિષીઓનું માનીએ તો નવા વર્ષના બધા જ દિવસો ખૂબ જ શુભ હોય છે. પરંતુ શનિવાર સૌથી ખાસ હોય છે. શનિવારના દિવસે ભગવાન શનિદેવની ઉપસના કરવામાં આવે છે, અને નવા વર્ષનો પહેલો શનિવાર 4 જાન્યુઆરી એટલે આજે છે. માન્યતા છે કે નવા વર્ષના પહેલા શનિવારે અમૂક ભૂલો ન કરવી જોઈએ. તો ચાલો આ ભૂલો વિશે જાણીએ.
1. શનિદેવ
નવા વર્ષના શનિવારે કોઈ અસહાય કે ગરીબ વ્યક્તિને પરેશાન ન કરવા જોઈએ. આવું કરવાથી તે વ્યક્તિ શનિદેવનો દોશી બની જાય છે.
2. લોખંડ
નવા વર્ષના પહેલા શનિવારે લોઢાની બનેલી ચીજો ઘરે ના લાવવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિવારે લોઢું ખરીદવું અશુભ માનવમાં આવે છે.
3. સરસવનું તેલ
આ સિવાય, નવા વર્ષના પહેલા શનિવારે સરસવનું તેલ પણ ન ખરીદવું જોઈએ. પરંતુ આ દિવસે તેલનું દાન કરવું જોઈએ.
4. મીઠું
નવા વર્ષના પહેલા શનિવારે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે મીઠું ખરીદવાથી આર્થિક તંગી આવે છે.
5. ધારદાર વસ્તુ
નવા વર્ષના પહેલા શનિવાર પર ધારદાર વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ.
6. ચામડાની વસ્તુઓ
આ દિવસે ચામડાની વસ્તુઓ ખરીદવાથી બચવું. ખાસ કરીને ચામડાના કાળા રંગના બૂટ, પાકીટ કે પટ્ટો ખરીદવાનું ટાળવું.
7. તુલસી
સાથે જ શનિવારે તુલસી, બીલીપત્ર અને પીપીડાના પત્તાં ન તોડવા જોઈએ. આમ કરવાથી શનિદેવ નારાજ થાય છે.