હિન્દુ માન્યતા અનુસાર (ઉત્તર ભારત મુજબ) પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આવનરી સંકષ્ટી એટલે કે સંકટ ચોઠ ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો વિશેષ અવસર છે, તેને અખુરથ સંકટ ચોથ પણ કહેવાય છે, જે આજે બુધવાર એટલે કે 18 ડિસેમ્બરના રોજ છે. આજના દિવસે પૂજા, વ્રત અને ઉપાસના કરવાથી ભગવાન ગણેશની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, સફળતા અને શાંતિ આવે છે.
જો તમે પણ વિઘ્નહર્તા, સુખકર્તા દેવ શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આજના દિવસની પૂજા, વિધિ અને ઉપાયો વિશે જાણો. સાથે જાણીએ કે આને અખુરથ સંકષ્ટી કેમ કહેવાય છે.
અખુરથ સંકષ્ટી ચતુર્થી
હિન્દુ ધર્મ મુજબ ભગવાન ગણેશના 108 નામોમાંથી એક નામ છે ‘ અખુરથ’ આ નામ નામ તેમના વિશિષ્ટ ગુણો અને દેખાવનું પ્રતિનિધિત્વ કરે છે. આ નામ ‘અ’ અને ‘ખુરથ’ આ બે શબ્દોના સંયોજનથી બને છે. જેમાં ‘અ’ નો અર્થ છે ‘નથી’ અને ‘ખુરથ’ નો અર્થ થાય છે ‘રથ’. આમ અખુરથનો અર્થ થાય છે જે રથ પર સવાર નથી તે’. આ નામ તેની ‘મૂષક’ સવારીના વર્ચસ્વને દર્શાવે છે અને સમજાવે છે કે તે નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા રાખનાર દેવ છે. દયાળુ છે. અને આમ પોષ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીને ‘અઘુરથ સંકષ્ટિ ચતુર્થી’ કહેવાય છે.
ચોથનું મહત્ત્વ
ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર અને સુખ લાવનાર કહેવામાં આવે છે. અખુરથ સંકષ્ટી ચતુર્થીના દિવસે કરવામાં આવતી પૂજાને વિશેષ શુભ માનવામાં આવે છે કારણ કે તે
જીવનના કષ્ટોનું નિવારણ કરીને આર્થિક સમૃદ્ધિ લાવે છે.
વિદ્યાર્થીઓ માટે બુદ્ધિ અને જ્ઞાન મેળવવાનું કારણ બને છે.
કૌટુંબિક અને અંગત જીવનમાં શાંતિ અને સંવાદિતા સ્થાપિત કરે છે.
આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી વર્તમાન સમસ્યાઓ તો દૂર થાય છે પણ ભવિષ્યમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
વધુ વાંચો: ભારતના આ શિવ મંદિરમાં નંદીની મૂર્તિનો આકાર સતત વધી રહ્યો છે! જાણો શું છે રહસ્ય
અખુરથ સંકષ્ટી ચતુર્થીના દિવસે કરવાના ઉપાયો
સંકટ મુક્તિ માટે: ભગવાનને દૂર્વા અર્પણ કરો. એવું કહેવાય છે કે ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે અને દૂર્વાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. આજે બુધવાર હોવાથી આ ઉપાય વધુ ફાયદાકારક છે.
આર્થિક સમૃદ્ધિ માટે: પૂજા દરમિયાન ભગવાન ગણેશની સાથે દેવી લક્ષ્મીનું સ્મરણ કરો અને 108 વાર “શ્રી ગણેશાય નમઃ” નો જાપ કરો.
કરિયર અને અભ્યાસમાં સફળતા માટેઃ વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો
આ દિવસે ભગવાન ગણેશને ગોળ અને તલ અર્પણ કરવા જોઈએ. તેનાથી જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન થાય છે.
પરિવારમાં શાંતિ માટેઃ સાંજે ભગવાન ગણેશના મંદિરમાં જઈને મોદક કે લાડુ ચઢાવો. પરિવારના સભ્યો સાથે ગણપતિ આરતી કરો.
નોકરીની સમસ્યાઓ દૂર કરવા:જો તમે લાંબા સમયથી નોકરી ના હોવાના કારણે આર્થિક તંગી ભોગવી રહ્યા છો તો ભગવાનને 5 આખી હળદર અર્પણ કરો અને ‘શ્રી ગણાધિપતયે નમઃ’ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જલ્દી નોકરી મળે છે, પ્રમોશન મળે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.