સોશિયલ મીડિયા પર મેટ્રોથી જોડાયલા વિડીયો દરરોજ વાયરલ થતાં હોય છે. દિલ્હી મેટ્રોની પણ ઘણી વિડીયો ઘણી વાર ચર્ચામાં હોય છે. ગત દિવસોમાં એક વિડીયોમાં એક છોકરી ઓછા કપડામાં મેટ્રોમાં એન્ટ્રી કરતા જોવા મળી હતી. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખૂબ હોબાળો મચાવ્યો હતો. હવે ફરી એક બીજો મેટ્રો સંબંધિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વખતે આ દિલ્હી મેટ્રોનો નથી.
વાયરલ વિડીયોમાં અમુક છોકરીઓ મેટ્રોમાં પ્રવાસ કરતા જોવા મળે છે. આ છોકરીઓ મેટ્રોમાં હાજર યાત્રીઓને એક્સપ્રેશન્સ કેપ્ચર કરી રહી હતી. તેમના આ અંદાજે યાત્રીઓને હેરાન કરી દીધા, જ્યારે ઘણા પુરુષોએ વિડીયો બનાવવાનું અને ફોટો પાડવાનું શરૂ કરી દીધું. માહોલ હળવો ત્યારે થયો ત્યારે આ છોકરીઓએ યાત્રીઓ સાથે સેલ્ફી પડાવી.
વિડીયોમાં જોઈ શકાય છે કે ચાર છોકરીઓ રૂમાલ વીંટાળી અને ચશ્મા લગાવીને મેટ્રો સ્ટેશન પર ઊભી છે. મેટ્રો આવતા તે અંદર જાય છે અને સેલ્ફી લેવા લાગે છે. તેમનો આ અનોખો અંદાજ જોઈને મેટ્રોમાં રહેલા મોટાભાગના લોકો હેરાન થઈ જાય છે.
જ્યારે મેટ્રો ચાલતી થાય છે ત્યારે વૃદ્ધો અને જવાન બધા જ યાત્રીઓ પોતાના મોબાઈલ કાઢીને ફોટો અને વિડીયો બનાવવાનું શરૂ કરી દે છે. અહીં રસપ્રદ વાત એ છે કે છોકરીઓ પણ પોઝ આપવામાં પાછી નથી પડતી, જેથી માહોલ વધુ મજેદાર બને છે.
આ વિડીયો @mimisskate નામના ઇન્સ્ટા પેજ પર શેયર કરવામાં આવ્યો છે. આને અત્યાર સુધીમાં 18 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. હજારો લોકોએ અને લાઇક અને શેયર કર્યો છે. વિડીયો પર અલગ-અલગ રિએક્શન આવી રહ્યું છે. કોઈએ કહ્યું, ‘એવું લાગે છે કે આ મહિલાઓ બાથરૂમથી સીધી મેટ્રોમાં આવી છે’, તો કોઈએ લખ્યું, ‘મને આમાં કંઈ ખોટું નથી લાગતું, તેઓએ મેટ્રોનું વાતાવરણ ખુશનુમા બનાવી દીધું છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘યાત્રીઓ આ મેટ્રોની મુસાફરીને જીવનભર યાદ રહેશે.’