ફેબ્રુઆરી મહિલનામાં વેલેન્ટાઈન વિક ચાલી રહ્યું છે અને આવતી કાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી આખું વિશ્વ કરવા જઇ રહ્યું છે ત્યારે આ દિવસના આગલા દિવસે પ્રેમને લજવતો કિસ્સો સર્જાયો હતો. જેમાં રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
10 વર્ષથી પ્રેમ સંબંધો હતા
મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા પ્રેમી પંખિડાઓ વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા. ત્યારે તાજેતરમાં જ પ્રેમિકાની સગાઈ થતા પ્રેમી સંજયે ગઈકાલે આવેશમાં આવી પ્રેમિકા પર હુમલો કર્યો હતો. પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાને ચપ્પુ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ ઘટનાએ ગંભીરરૂપ ધારણ કર્યું હતું. જોકે હાલ પ્રેમિકા અને પ્રેમી બંને સારવારમાં છે.
પ્રેમિકાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા
આ ઘટનામાં પ્રેમીએ હુમલો કરતા પ્રેમિકાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પ્રેમિકાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા. ત્યાંથી લગ્ન તૂટ્યા અને ત્યારબાદ તે સંજય મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. ત્યારે પ્રેમિકાની અન્ય સ્થળે સગાઈ થતાં સંજયે પ્રેમિકા ઉપર હુમલો કર્યો હતો.
રાજકોટ ACP બી.વી.જાધવનુ નિવેદન
રાજકોટમાં પ્રેમીનો પ્રેમીકા પર હુમલાનો કેસમાં રાજકોટ ACP બી.વી.જાધવનુ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા. પ્રેમિકાની સગાઈ થતા સંજયે પ્રેમિકા પર હુમલો કર્યો હતો. પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પોતે ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘટનામાં પ્રેમીકાને ગંભીર ઇજા થઈ છે. ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. અને પોલીસ દ્વારા મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.