હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં V નું નિશાન હોવું ખૂબ જ શુભ ગણાય છે. હસ્તરેખા શાસ્ત્રના નિષ્ણાતો આ નિશાનવાળા લોકો વિશે ઘણી રસપ્રદ વાતો જણાવે છે, જેમ કે આ નિશાનવાળા લોકોને 30 વર્ષ પછી મોટી સફળતા અને સંપત્તિ મળે છે. ચાલો જાણીએ, આ નિશાન ક્યાં છે અને તેનો અર્થ શું છે?
1. રહસ્ય
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર બનેલી રેખાઓ અને નિશાનોનું ઘણું મહત્વ છે. આ રેખાઓ અને વિશેષ ચિહ્નનો વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના એવા રહસ્ય જાહેર કરે છે કે, જે ખૂબ જ ચોંકાવનારા હોય છે. બસ તેવું જ એક નિશાન હૃદય રેખા સાથે સંબંધિત છે. આ નિશાન V આકારનું હોય છે. તો ચાલો જાણીએ શું છે આ ‘V’ આકારનું રહસ્ય.
2. હૃદય રેખાના અંતે ‘V’ નું નિશાન
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિના હાથ પર V આકારનું નિશાન હોય છે તે ભાગ્યશાળી હોય છે. આવા લોકોના ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
3. શનિ રેખા પર ‘V’ નું નિશાન
હૃદય રેખા પર બનેલા V ચિહ્ન કરતાં શનિની V રેખા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. જે વ્યક્તિઓના હાથ પર આવા નિશાન હોય છે, તેમનું પ્રારંભિક જીવન સંઘર્ષ ભરેલું હોય છે. પરંતુ 30 વર્ષ પછી આ લોકોના જીવનમાં સફળતાનો સમયગાળો શરૂ થાય છે. તેઓ ઘણી સફળતા અને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ પ્રાપ્ત કરે છે.
4. જીવન પર ‘V’ માર્કની અસર
આવા લોકો માત્ર ભાગ્યશાળી નથી હોતા, પરંતુ તેમનો સ્વભાવ પણ ખૂબ જ સકારાત્મક હોય છે. આ લોકો હંમેશા તેમના પરિવાર અને મિત્રોની મદદ કરવા તૈયાર હોય છે. આ લોકો સમાજમાં સન્માનજનક સ્થાન ભોગવે છે.