કાળો રંગ ખરાબ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કાળો રંગ એટલે ‘નકારાત્મક અસરોનું ઘર’, એવામાં આપણે નકારાત્મક અસરોથી દૂર રહેવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં પરિણીત સ્ત્રીને પરિવારની લક્ષ્મી માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીને આવનારી પેઢીની માં કહેવાય છે. સ્ત્રીને આવનારી પેઢીનો આધાર માનવામાં આવે છે. આથી જ આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ, આપણે સ્ત્રીને નકારાત્મક બાબતોથી દૂર રાખવી જોઈએ.
શુભ રંગ કયો?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્મો બે છે, એક ભગવાનનું કર્મ અને બીજું પૂર્વજોનું કર્મ. કહેવાય છે કે, બંને માટે રંગો વહેંચવામાં આવ્યા છે. મહિલાઓએ શુભ કાર્યો કે પ્રસંગ માટે અલગ રંગની સાડી અને પૂર્વજોની વિધિ માટે અલગ રંગની સાડી પહેરવી જોઈએ. શુભ કાર્યોમાં લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. જ્યારે પિતૃ કર્મ દરમિયાન કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.
તેમજ લગ્નપ્રસંગે અને પૂજાના કાર્યમાં કાળા રંગના વસ્ત્રો પહેરવા ઉચિત નથી. જ્યારે શ્રાદ્ધ વિધિ હોય કે પિતૃ પક્ષ વગેરે હોય, ત્યારે જ સફેદ કે રંગના વસ્ત્રો પહેરવા.
શુભ કાર્યમાં આપણે ભગવાનને આશીર્વાદ માટે આમંત્રિત કરીએ છીએ. આથી કહેવાય છે કે, શુભ સમયે લાલ, પીળા, લીલા, કેસરી વગેરે જેવા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. મહિલાઓએ સાડીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તે સ્ત્રી શક્તિનું પ્રતિક છે. અન્ય લોકોએ પણ કપડાં પહેરતા પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ કે કપડાંનો કયો રંગ વધુ સારો રહેશે.