સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે આની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ખાસ ચર્ચા થવા જઈ રહી છે. તમામ સાંસદોએ તેમાં સંમતિ આપી છે એટલે આવતાં અઠવાડિયે બંધારણ પણ ખાસ ચર્ચા થશે. તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો આ મુદ્દા પર આવતા અઠવાડિયે બંધારણ પર ચર્ચા કરવા સંમત થયા છે.
લોકસભામાં 13-14 અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે ચર્ચા
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી. અમે તમામ વિપક્ષી નેતાઓને અપીલ કરીએ છીએ કે તે સમજૂતી પર સારી રીતે કામ કરે કે આપણે બધા આવતીકાલથી સંસદનું કામકાજ સુનિશ્ચિત કરીશું.
મુઘલ સ્મારકો અને બાદશાહનો મુદ્દો ઉઠ્યો
કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે સંસદમાં મુઘલ સ્મારકો અને બાદશાહનો મુદ્દો ઉઠાવીને તેમના નામ અને સ્મારકો હટાવાની વાત કરી. અજમર દરગાહ વિવાદની વચ્ચે ગિરિરાજ સિંહે એવું કહ્યું કે જો લાલ કિલ્લાની અંદર કોઈ પુરાવા હશે તો તે પણ કોર્ટમાં જશે. નેહરુના કારણે જ આપણે પરિણામ ભોગવી રહ્યા છીએ. આ કુતુબ મિનાર વગેરે દૂર કરવા જોઈએ. અહીં બાબર, અકબર અને હિમાયુ જેવા નામ રાખવાની શું જરૂર છે? બધું એકસાથે દૂર કરવું જોઈએ.