ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ છે. ગકેબરહામાં રમાઈ રહેલી આ મેચમાં આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવી જીતનો 125નો ટાર્ગેટ આપ્યો હતો. જે જીતનો લક્ષ્ય દક્ષિણ આફ્રિકાએ હાંસલ કરી લીધો છે અને ભારતને બીજી T20માં 3 વિકેટે પરાજય આપ્યો છે
દક્ષિણ આફ્રિકાએ ભારતને રોમાંચક મેચમાં હરાવ્યું છે. ટી-20 સિરીઝની બીજી મેચ 3 વિકેટથી જીતી લીધી છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 124 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
A thriller in Gqeberha as South Africa win the 2nd T20I by 3 wickets to level the series 1-1#TeamIndia will aim to bounce back in the next match
Scorecard – https://t.co/ojROEpNVp6#SAvIND pic.twitter.com/Cjw0ik0m4q
— BCCI (@BCCI) November 10, 2024
વરુણ ચક્રવર્તીની દમદાર બોલિંગ લખે ન લાગી ?
ભારત માટે ઘાતક બોલિંગ કરતા વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ બેટિંગ કરતા અણનમ 39 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 12.1 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. મેચમાં વરુણ ચક્રવર્તીની બોલિંગનો તરખરાટ જોવા મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાની છઠ્ઠી વિકેટ ડેવિડ મિલરના નામની પડી હતી. જે શૂન્ય પર આઉટ થયો હતો. તેની વિકેટ પણ વરુણ ચક્રવર્તીએ જ લીધી હતી. દક્ષિણ આફ્રિકાને 12.2 ઓવરમાં 66 રન બનાવ્યા હતા.
ભારતી ટીમમાં કોની બેટિંગ તોફોની રહી ?
ભારતીય ટીમે 45 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં અક્ષર પટેલ અને રીન્કુ સિંહ પણ પેવેલિયન ભેગા થયા હતા. હાર્દિક પંડયાએ 39 રન અણનમ ઈનિંગ રમી ભારતનો સ્કોર 20 ઓવરમાં 124 સુધી પહોંચાડ્યો હતો. ભારતીય ટીમમાં સંજુ સેમસન 3 બોલ રિયમે 0 રન પર આઉટ થયો, અભિષેક શર્મા 5 બોલ સાથે 4 રન પર આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવ પણ 9 બોલમાં 4 રન કરીને આઉટ થઈ ગયો છે. આ સિવાય તિલક વર્મા 20 બોલ પર 20 રન કરીને થયો છે. અને અક્ષર પટેલ 21 બોલ પર 27 રન પર આઉટ થઈ ચુક્યો છે અને હાર્દિક પંડયા પણ 45 બોલ પર 39 રન બનાવ્યા છે. આની સાથે રીન્કુ સિંગ 11 બોલ પર 9 રન સાથે આઉટ થયો હતો.