લગ્ન પછી સુહાગરાતને લઈને લોકોના કેટલાય સપનાઓ હોય છે. ખાસ કરીને દુલ્હન આ દિવસ માટે ઘણા સપનાઓ જોતી હોય છે. જો કે, વરના મનમાં તો લગ્ન નક્કી થાય એ પહેલા જ કેટલાય વિચારો કરી લીધા હોય છે. લગ્ન નક્કી થતાં જ વર અને કન્યા બંને લગ્નના દિવસે એકબીજાને કેવા પ્રકારની ગિફ્ટ આપશે તે વિશે વિચારવા લાગે છે. સુહાગરાતે રાત્રે તેઓ એકબીજાને ગિફ્ટ આપે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સુહાગરાતનો એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.
આ વીડિયો બાઈકર બરેલી નામના વ્યક્તિએ યુટ્યુબ પર અપલોડ કર્યો છે. તેણે આ વીડિયોને ફર્સ્ટ નાઈટ ગિફ્ટ, પ્યાર કા તોહફા કૅપ્શન આપ્યું છે. વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે દુલ્હન તેની સુહાગરાતે તૈયાર થઈને બેઠી છે. એટલામાં જ વરરાજા રૂમ આવે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પલંગ પર બેઠેલી દુલ્હન ઝંખનાભરી નજરે વરને જોઈ રહી છે. પછી તે દુલ્હન તરફ હાથ લંબાવે છે અને ગિફ્ટ પેકેટ આપે છે. ગિફ્ટ જોઈને દુલ્હન ચોંકી જાય છે. પણ તેના ચહેરા પર હળવું સ્મિત દેખાય છે. ધીમે ધીમે તે ગિફ્ટ પેકેટ ખોલે છે, તેનું સ્મિત જિજ્ઞાસામાં બદલાવા લાગે છે.
ગિફ્ટમાં આપ્યું સ્કૂટી
જોકે, દુલ્હનને પેકેટ ખોલવામાં થોડો સમય લાગે છે. પરંતુ દુલ્હનની ઉત્સુકતા યથાવત રહે છે. આ પછી ગિફ્ટ રેપર ખુલે છે. અને અંદરથી જે વસ્તુ બહાર આવે છે તે જોઈને કન્યા ખુશીથી શરમાવા લાગે છે. ગિફ્ટમાં સ્કૂટરની ચાવી હતી. આ જોઈને દુલ્હન ખુશ થઈ ગઈ. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ કરી છે.