રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદ ના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે પાકની લણણી કરવાની તૈયારી હતી. ત્યારે આવા સંજોગોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. કેટલાક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો એટલે પલળી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. જ્યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો. ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે 10 વાગે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. ત્યારે ખેડૂતોની સ્થિતીને લઇ દિવાળી પહેલા અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે સારા સમાચાર મળી શકે તેવી સંભાવના રહેલી છે.
સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે આજે એટલે કે બુધવારે મળનારી કેબિનેટ દિવાળીના તહેવારો પહેલાની કદાચ છેલ્લી કેબિનેટ છે. આથી આ કેબિનેટમાં પેકેજ જાહેર કરવામાં આવશે.