મહારાષ્ટ્રના નાગપુર (Nagpur) માં વિધાનસભાનું શિયાળુ સત્ર (Maharashtra Assembly Winter Session) ચાલી રહ્યું છે. દરમિયાન, અજિત પવાર (Ajit Pawar) વિપક્ષના નિશાના પર છે, જેમને મહા વિકાસ અઘાડીના નેતાઓ કાયમી ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે. આ મામલે ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) ની પ્રતિક્રિયા સામે આવી છે. ફડણવીસે કહ્યું કે તેમને આશા છે કે એક દિવસ અજિત પવાર (Ajit Pawar) ચોક્કસપણે મહારાષ્ટ્રના સીએમ બનશે. મુખ્યમંત્રી ફડણવીસે શિયાળુ સત્રમાં કહ્યું કે લોકો અજિત દાદા (Ajit Pawar) ને કાયમી ડેપ્યુટી સીએમ કહીને સંબોધિત કરી રહ્યા છે. પરંતુ તેઓ તેમને (અજિત પવાર)ને શુભેચ્છા પાઠવે છે. તેઓ એક યા બીજા દિવસે મહારાષ્ટ્રના સીએમ ચોક્કસ બનશે.
સીએમ ફડણવીસે વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો
ફડણવીસ (CM Devendra Fadnavis) અહીં ન અટક્યા. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં વિપક્ષે તેમના પર નિશાન સાધ્યું છે. તેમના પર અંગત રીતે પણ હુમલા કરવામાં આવ્યા. પરિવારને પણ બક્ષવામાં ન આવ્યો. સવારથી સાંજ સુધી 5-7 લોકો ફક્ત તેમના અને તેમના પરિવાર વિશે જ ચર્ચા કરતા હતા. જેના કારણે મહારાષ્ટ્રના લોકોમાં સહાનુભૂતિ જાગી.
Nagpur, Maharashtra: In the legislative assembly, CM Devendra Fadnavis says, "Some people call Ajit Pawar a permanent deputy chief minister but I wish you the best, you will definitely become the chief minister one day." (19.12) pic.twitter.com/B0NfUonFGp
— ANI (@ANI) December 20, 2024
ફડણવીસે (CM Devendra Fadnavis) કહ્યું કે સમાજને એક થવાની જરૂર છે. સમાજ એક થશે તો પ્રગતિ થશે. એટલા માટે અમે નારો આપ્યો હતો ‘એક હૈ તો સેફ હૈ’. મહારાષ્ટ્રના લોકોનું નારાને સમર્થન મળ્યું. જેના કારણે મહાયુતિનો શાનદાર વિજય થયો. છેલ્લા 5 વર્ષ પરિવર્તનના રહ્યા. જાતી આજે જેટલી લોકોના મગજમાં છે, એટલી નેતાઓના મનમાં નથી.
નક્સલવાદ પર સાધ્યું નિશાન
ફડણવીસે (CM Devendra Fadnavis) નક્સલવાદ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે નક્સલવાદ સામે યુદ્ધનું એલાન કરી ચુક્યા છીએ. નક્સલવાદીઓ ન તો ભારતના બંધારણમાં માને છે અને ન તો તેમને લોકશાહીમાં વિશ્વાસ છે. તેઓ બંધારણ વિરુદ્ધ કામ કરે છે. હવે દેશમાં નક્સલવાદીઓ સામે મોટું યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. નક્સલવાદીઓનો જલ્દી જ સફાયો થશે. નક્સલવાદીઓ ઘટી રહ્યા છે, તેમની ભરતીમાં ઘટાડો થયો છે. નક્સલવાદીઓએ શહેરોમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનું શહેરી નક્સલવાદનું અભિયાન સફળ ન થઈ શક્યું.