સનાતન ધર્મમાં ધનતેરસ અને દિવાળીનો તહેવાર ખૂબ શુભ માનવામાં આવે છે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ત્યારે દિવાળી 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ ધનતેરસ અને દિવાળી ખૂબ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે આ બંને પર શનિનો એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે.
1. શનિ વક્રી
શનિ 30 વર્ષ પછી ધનતેરસ-દિવાળી પર પોતાની જ રાશિ કુંભમાં વક્રી રહેશે એન 15 નવેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે. એવામાં દિવાળી- ધનતેરસ અમુક રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહી છે.
2. મેષ
ધનતેરસ-દિવાળી શનિ મેષ રાશિવાળા પર પોતાના આશીર્વાદ આપશે. ધંધા સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં લાભના યોગ બની રહ્યા છે. જીવનમાં ખુશીઓ આવશે.
3. વૃષભ
વૃષભ રાશિવાળાને ઘનતેસર-દિવાળીએ ઈનકમમાં વધારો થશે. બિઝનેસમાં સારો ફાયદો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સાથે જ શનિદેવનો આશીર્વાદ પણ મળશે.
4. મકર
ધનતેરસ-દિવાળી પર શનિનો દુર્લભ સંયોગ મકર રાશિવાળા માટે શુભ માનવામાં આવી રહ્યો છે. ધંધામાં ફાયદો થશે. કોઈ નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. પૈસાની સંબંધિત સમસ્યા દૂર થશે.
5. કુંભ
ધનતેરસ-દિવાળી પર શનિનો સંયોગ કુંભવાળા માટે ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે. અટકેલા પૈસા મળશે. કાર્યક્ષેત્રમાં લોકો તમારા કામની પ્રશંસા કરશે.