નોઇડા પોલીસે ગ્રેટર નોઈડામાં કાસના વિસ્તારના સિરસા ગામમાં ગુરુવારની રાત્રે એક યુવક બની સિંહની હત્યા મામલે ખુલાસો કર્યો છે. પોલીસનો દાવો છે કે મૃતકની પત્ની મમતાએ મારપીટથી પરેશાન થઈને પોતાના પ્રેમી બહાદુર સિંહ પાસે પતિની હત્યા કરાવી હતી. પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમીને અરેસ્ટ કરી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કટાર મેળવી છે.
પોલીસે જણાવ્યું કે બુલંદશહેરના રહેવાસી બની સિંહ ઉર્ફ વિશાલ સિરસા ગામમાં ભાડે રહેતા હતા. બની સિંહના લગ્ન 8 વર્ષ પહેલા અલીગઢની રહેવાસી મમતા સાથે થયા હતા. આમને બે બાળકો પણ છે. 13 ડિસેમ્બરની સવારે બની સિંહનું શવ તેના રૂમમાં પડ્યું હતું. કસના કોતવાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘટનાનો ખુલાસો કર્યો છે. પોલીસે આ ઘટનામાં બની સિંહની પત્ની મમતા અને તેના પ્રેમી બહાદુર સિંહની ધરપકડ કરી છે.
પોલીસની પૂછપરછમાં ખબર પડી કે મમતાએ પોતાના પ્રેમી બહાદુર સિંહ પાસે બની સિંહન હત્યા કરાવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી બહાદુરસિંહએ કહ્યું કે તે 12 ડિસેમ્બરની રાત્રે પ્રેમિકા મમતાના કહેવાથી તેની માસીનો છોકરો બનીને બની સિંહના રૂમમાં ગયો. અહીં રાત્રે બંનેએ સાથે મળીને ભોજન કર્યું. આ દરમિયાન બની સિંહે દારૂ પીધો હતો અને તે રાત્રે સૂઈ ગયો. આ દરમિયાન મોકાનો લાભ લેતા બહાદુરે કટારથી બની સિંહ હત્યા કરી દીધી અને ફરાર થઈ ગયો. પોલીસે આરોપી પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કટાર મેળવી છે.
थाना कासना :-मात्र 24 घन्टे के अंदर हत्या की घटना का सफल अनावरण करते हुए हत्यारोपी अभियुक्ता(मृतक की पत्नी) व अभियुक्त(पत्नी का साथी) गिरफ्तार, कब्जे से कटार (आलाकत्ल)बरामद।
उक्त संबंध में एडीसीपी ग्रेटर नोएडा द्वारा दी गई बाइट। #UPPOLICE https://t.co/8Iel5Kw3jK pic.twitter.com/vzBQgL3vxF— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) December 16, 2024
પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ઉંમરમાં તેના કરતાં ઘણો મોટો હતો. તે દારૂ વેગેરેના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો. આ કારણે છુટકારો મેળવવા માટે તેને પ્રેમી સાથે મળીને હત્યાની ષડયંત્ર રચ્યું.
ષડયંત્ર અનુસાર, આરોપી મમતાએ પ્રેમી બહાદુર સિંહને પોતાની માસીનો છોકરો કહીને બની સિંહ પાસે મોકલ્યો. હત્યા કર્યા બાદ બહાદુર સિંહ સીધો પ્રેમિકા પાસે પહોંચ્યો હતો અને તેને કહ્યું કે કામ કરી દીધું છે.
આરોપીઓએ 2 ડિસેમ્બરે લગ્ન કર્યા
આરોપી પત્ની મમતાએ બની સિંહની હત્યા કર્યા પહેલા પોતાના પ્રેમી સાથે 2 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ બાદ બંને બની સિંહથી અલગ નોઇડાના છલેરામાં રૂમ રાખીને રહેતા હતા. અહી બહાદુર સિંહે મોમોઝ વેચવાનું શરૂ કર્યું હતું. મમતા બની સિંહને પોતાના રસ્તાથી દૂર કરવા માંગતી હતી, એટલા માટે બની સિંહની હત્યા કરવા કહ્યું.
અટ્ટા પસેથી ખરીદી હતી કટાર
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બહાદુર સિંહના પરિવારે કોઈ બીજી જગ્યાએ લગ્ન નક્કી કર્યા હતા. બહાદુર સિંહ પોતાના લગ્નની તૈયારીમાં હતો, પરંતુ જ્યારે આ વાત તેની પ્રેમિકા મમતાને ખબર પડી ત્યારે તેને વિરોધ શરૂ કર્યો. તે બહાદુર સિંહ સાથે લગ્ન કરવા માંગતી હતી. બહાદુર સિંહે મમતા સાથેના લગ્ન માટે નોઈડાના અટ્ટા પાસેથી કટાર ખરીદ્યું હતું. મમતાના કહેવા પર આરોપી બહાદુર સિંહે લગ્ન માટે ખરીદેલા કટાર વડે બાની સિંહની હત્યા કરી હતી.