ઘણી વખત કપલ્સની અમુક આદતો અને ભુલોના કારણે તેમની સેક્શુઅલ લાઈફ બોરિંગ થઈ જાય છે. જાણો એવી જ કોમન મિસ્ટેક્સ વિશે. જેને તમારે ક્યારેય ન કરવી જોઈએ.
બોડી શેમિંગ
કપલ્સને ક્યારેય પણ પોતાના પાર્ટનરની બોડી પર કોઈ ખરાબ કમેન્ટ ન કરવી જોઈએ. આટલું જ નહીં તેમને એક બીજાની સેક્શુઅલ પરફોર્મન્સને પણ ક્રિટિસાઈઝ કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી પાર્ટનરનો કોન્ફિડેન્સ ઓછો થાય છે. જે સેક્શુઅલ લાઈફને બરબાદ કરી શકે છે.
સ્ટ્રેસ
જરૂર કરતા વધારે સ્ટ્રેલ લેવાની તમારી આદત પણ તમારી ઈન્ટીમેટ લાઈફને ખરાબ કરે છે. જરૂર કરતા વધારે સ્ટ્રેસ લેવાના કારણે વ્યક્તિ કોઈ પણ કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો. જેનાથી શરીરમાં કોર્ટિસોલનું લેવલ ખૂબ જ વધી જાય છે અને મૂડ ખરાબ કરેછે.
એક્સપાયર કોન્ડોમ
સેફ સેક્સ માટે કોન્ડોમનો યુઝ કરતા પહેલા તેની એક્સપાયરી ડેટ જરૂર ચેક કરી લો. એક્સપાયરી ડેટ બાદ કોન્ડોમનો યુઝ કરવાથી એસટીડી અને ગર્ભાવસ્થાનો ખતરો વધી જાય છે.
પીરિયડ્સ વખતે અસુરક્ષિત સેક્સ
પીરિયડ્સ વખતે અસુરક્ષિત સેક્સ કરવાથી ગર્ભધારણ અને સંક્રમણનો ખતરો રહે છે. એવામાં જો તમે પણ સ્વાસ્થ્ય અને સેક્શુયલ લાઈફ, બન્નેને સારી યોગ્ય બનાવી રાખવા માંગો છો તો આ ભુલ ન કરો.
ખરાબ ઊંઘ
ઊંઘની કમી મોટાભાગે થાકનું કારણ બને છે. આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ સાંજના સમયે ઘરે આવીને તમને થાક લાગે છે તો તેનાથી મુડ ખરાબ થઈ શકે છે. તે મેરિડ લાઈફ માટે પણ ખતરો સાબિત થઈ શકે છે. તેનાથી બચવા માટે બપોરના સમયે પાવર નેપ લઈ શકો છઓ. તમારી ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં સુધાર કરો.