લોકસભા (Loksabha) માં મંગળવારે ‘વન નેશન-વન ઇલેક્શન’ (One Nation One Election) બિલ રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહમાં ગેરહાજર રહેનારા સાંસદોને ભારતીય જનતા પાર્ટી (BJP MPs) એ નોટિસ મોકલી છે. મંગળવારે ‘એક દેશ એક ચૂંટણી’ બિલની રજૂઆત દરમિયાન હાજર ન રહેતા ભાજપના સાંસદોને પાર્ટીએ નોટિસ મોકલી છે. ભાજપના 20 થી વધુ સાંસદો મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. મંગળવારે ભાજપે તેના લોકસભા સભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. ‘એક દેશ, એક ચૂંટણી’ માટે, સરકાર મંગળવારે સંસદમાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2024 રજૂ કર્યું.
ભાજપે કયા સાંસદો (BJP MPs) ને નોટિસ આપી?
પાર્ટી દ્વારા જે સાંસદોને (BJP MPs) નોટિસ આપવામાં આવી છે તેમાંથી કેટલાકના નામ સામે આવ્યા છે –
જગદંબિકા પાલ
શાંતનુ ઠાકુર
બીએસ રાઘવેન્દ્ર
ગિરિરાજ સિંહ
જ્યોતિરાદિત્ય સિંધિયા
વિજય બઘેલ
ભગીરથ ચૌધરી (મંત્રી, જયપુરમાં પીએમના કાર્યક્રમમાં હતા)
ઉદયરાજે ભોસલે
જયંત કુમાર રોય
જગન્નાથ સરકાર
જેપીસીને મોકલવામાં આવ્યું બિલ
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલો (One Nation One Election) લોકસભા (Loksabha) માં રજૂ કર્યા. લોકસભામાં જોરદાર હોબાલા વચ્ચે વાત ડિવિઝન સુધી પહોંચ્યો અને ત્યારપછી આ બિલ ગૃહમાં રજૂ થઈ શક્યું. એક દેશ, એક ચૂંટણી પર રાજકીય પક્ષોના અલગ-અલગ સૂર સંભળાયા. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલને ગૃહમાં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કોંગ્રેસથી લઈને તમામ વિરોધ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો. શિવસેના અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) જેવા એનડીએના ઘટક પક્ષો ખુલ્લેઆમ બિલની તરફેણમાં ઉભા જોવા મળ્યા. આ બિલ ડિવિઝન પછી રજૂ કરવામાં આવ્યું અને તે પછી તેને જેપીસીને મોકલી દેવામાં આવ્યું.
તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત
લોકસભા (Loksabha) માં આ બિલ (One Nation One Election) રજૂ કરવાના પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યા. ઇલેક્ટ્રોનિક વોટિંગ બાદ પેપર દ્વારા વોટિંગ થયું અને ત્યારે જઈને આ બિલ લોકસભામાં રજૂ થઈ શક્યું. દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ માર્ચમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. મોદી કેબિનેટે આ વર્ષે સપ્ટેમ્બરમાં આ રિપોર્ટને મંજૂરી આપી હતી. આ રિપોર્ટમાં લોકસભાની સાથે સાથે વિધાનસભા અને પંચાયતની ચૂંટણીઓ એક સાથે યોજવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.