ગાબા ટેસ્ટ મેચ ડ્રો થયા પછી, ભારતીય સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. સ્પિનના જાદુગર ગણાતા અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 106 મેચ રમ્યા અને કુલ 537 વિકેટ લેવામાં સફળ રહ્યા.
ક્રિકેટ ફેન્સને પહેલેથીજ અંદાજ આવી ગયો હતો
ગાબા ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલી ભારતીય ડ્રેસિંગ ફોર્મમાં અશ્વિનને ગળે લગાવતા જોવા મળ્યા હતા., ત્યારે જ ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.
An emotional hug between Ashwin & Kohli. 🤍 pic.twitter.com/eyzCLUTucS
— Johns. (@CricCrazyJohns) December 18, 2024
વિરાટ કોહલી ડ્રેસિંગ ફોર્મમાં ભારતીય સ્પિનર અશ્વિનને ગળે લગાવતો જોવા મળે છે. આ જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે શું અશ્વિન ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થઈ જશે, અને આ અનુમાન સાચુ પડ્યું. ડ્રેસિંગ રૂમમાં એકબીજાને ગળે લગાવ્યા બાદ કોહલી અને અશ્વિન લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા.
KOHLI 🙇 ASHWIN…!!!!
– Two greats of Indian cricket hugging during Gabba Test. pic.twitter.com/dPHL5PgBuV
— Johns. (@CricCrazyJohns) December 18, 2024
ભારતનો બીજો સૌથી સફળ બોલર અશ્વિન છે
અશ્વિન ટેસ્ટમાં ભારત માટે બીજા નંબરનો સૌથી સફળ બોલર રહ્યો છે. અશ્વિને 537 વિકેટ પોતાના નામે કરી છે. ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ ટેસ્ટમાં 619 વિકેટ પોતાના નામે કરી છે.