ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલી તો કાયમ રમે તેવી ચાહકોની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે પરંતુ અહીં કાયમ કોણ રમવાનું હતું? વિરાટ કોહલી હમણાં તો નિવૃતી લેય તેવું લાગતું નથી, હવે તેની નિવૃતીને લઈને ખાસ સમાચાર સામે આવ્યાં છે.
Virat Kohli's Childhood coach said "Virat will play cricket for 5 more years, he will play in the 2027 ODI World Cup". [Dainik Jagran] pic.twitter.com/asxp5cwZjM
— Johns. (@CricCrazyJohns) December 19, 2024
બાળપણના કોચ રાજકુમાર શર્મા શું બોલ્યાં
વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ એવું કહ્યું કે કોહલી 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ પણ રમશે. આ સિવાય તે હજુ 5 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે વિરાટ કોહલી 2008થી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. માત્ર બે ઇનિંગ્સના આધારે તે ફોર્મમાં નથી તે કહેવું ખોટું છે. તેણે આ શ્રેણીમાં સદી ફટકારી છે. બીજા કેટલા ખેલાડીઓએ સદી ફટકારી છે? તેણે આશા વ્યક્ત કરી કે વિરાટ કોહલી આવનારા સમયમાં જલ્દી જ કમબેક કરશે.
શર્માની વાતથી ચાહકોને થશે ખુશી
કોચ રાજકુમાર શર્માના નિવેદનથી ફેન્સ ચોક્કસપણે ખુશ થશે. ચાહકો પણ ઇચ્છે છે કે વિરાટ કોહલી 2027માં યોજાનાર વર્લ્ડ કપમાં રમે. હવે રાજકુમાર શર્માએ આ વાતનો પણ ખુલાસો કરી નાખ્યો છે.
Virat Kohli's Coach (To Jagran):
"Virat & his family are planning to settle in London soon. He will LEAVE INDIA.
~ He is fit and will play the 2027 World Cup also."His childhood coach Rajkumar Sharma CONFIRMS that Virat is heading to UK✈️pic.twitter.com/pBFWrL4wYE
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) December 19, 2024
ભારત છોડીને લંડન રહેશે
રાજકુમાર શર્માએ એવું કહ્યું કે વિરાટા કોહલી ભારત છોડીને લંડનમાં પત્ની અને બાળકો સાથે રહેશે.
29 જુને ટી20માંથી નિવૃતી
ઉલ્લેખનીય છે કે ટી 20 વર્લ્ડ કપ જીત્યાં બાદ કોહીએ ટી 20 ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી હતી. હાલમાં બે ફોર્મેટ વનડે અને ટેસ્ટ રમી રહ્યો છે પરંતુ આગામી સમયમાં તેની ટેસ્ટ નિવૃતીના સમાચાર આવી શકે છે.