19 નવેમ્બરથી શરુ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત એક ન્યૂટ્રલ સ્થળે તેની મેચ રમવાનું હતું તેવું બીસીસીઆઈએ જાહેર કર્યું હતું કારણ કે પાકિસ્તાનમાં રમવા ભારત તૈયાર નહોતું એટલે હવે આ ન્યૂટ્રલ વેન્યુ (પસંદગીનું સ્થળ) જાહેર થયું છે જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
કોણે આપી જાણકારી?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલ સાથે ભારતની મેચોની યજમાની કરવા માટે દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જો ટીમ ઈન્ડીયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો ફાઇનલ પણ UAEમાં યોજાશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો ફાઈનલ લાહોરમાં થશે, સૂત્રએ જણાવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સ્ત્રોતે પુષ્ટિ કરી કે શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને તેમના UAE સમકક્ષ શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યુઅલને લઈને મોટી માહિતી સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટૂર્નામેન્ટના બીજા દિવસે ભારત તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈવોલ્ટેજ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ તટસ્થ સ્થળે રમાશે. ભારતની આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે થશે.
ટૂર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે
ટૂર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પહેલા ગ્રુપમાં પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો હોઈ શકે છે જ્યારે બીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો હોઈ શકે છે.
19 ફેબ્રુઆરીથી શરૂ થશે ચેમ્પિયન ટ્રોફી
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ અગાઉ હાઇબ્રિડ હોસ્ટિંગ મોડલનો વિરોધ કર્યો હતો, જેમાં ભારતની મેચો અલગ દેશમાં રમાતી જોવા મળશે.
ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી
જોકે, ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. તેથી, BCCIના મુદ્દાને સ્વીકારીને, ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે.