ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના કેટલાક રોમેન્ટિક ફોટોએ સોશિયલ મીડિયામાં આકર્ષણ જમાવ્યું છે, ફોટા જોઈને લોકો કહી રહ્યાં છે બન્નેનું લગ્નજીવન તૂટી ગયું છે, સાનિયાએ પાક ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડા લીધા છે જ્યારે શમીનું પત્ની હસીન જહાં સાથે પણ બનતું નથી અને તેઓ પણ છૂટાછેડા લેવાની તૈયારીમાં છે, આ બધાની વચ્ચે મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વાયરલ ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને ખેલાડીઓ દુબઈમાં સમય વિતાવી રહ્યા છે, ચર્ચા તો એવી પણ છે તેઓ લગ્ન કરવાના છે અને હાલમાં દુબઈમાં રોમેન્ટિક પળો વિતાવી રહ્યાં છે, હવે તેમના આ રોમેન્ટિક ફોટાનું સત્ય સામે આવ્યું છે.
Lovely picture of mohammed shami and sania mirza in Dubai pic.twitter.com/6oFNmnBL4W
— इन्जी. श्याम जी यादव (@Shyamjiyadav0) December 23, 2024
AI જનરેટેડ તસવીરો છે, વાયરલ થઈ
શમી અને સાનિયાની આ તસવીરો AI જનરેટેડ તસવીરો છે, અને તે ઓરિજનલ નથી. 23 ડિસેમ્બર 2024 ના રોજ ફેસબુક પર એક વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અન્ય લોકોએ પણ તેને વાયરલ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો છે કે અલગ-અલગ સ્ત્રોતોથી તપાસ કર્યા બાદ, આ ડીપ ફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી તસવીર છે.
mohammed shami And sania mirza enjoying in Dubai beach 🏖️ pic.twitter.com/ZsqSIy6e4b
— RAJESH..🇮🇳 Modi Ka Parivar 🇮🇳 (@Brasilwala) December 23, 2024
સાનિયાનું લગ્નજીવન તૂટ્યું, શમીનું તૂટવાની તૈયારીમાં
ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા લીધા છે જ્યારે શમીનું લગ્નજીવન પણ ડખામાં છે, તેની પત્ની હસીન જહાં તેનાથી અલગ રહે છે.