કેરળના વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) એ વાયનાડ દુર્ઘટના (Wayanad Tragedy) ને ગંભીર કુદરતી આફત તરીકે જાહેર કરવાના ગૃહ મંત્રાલયના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી ત્યાંના લોકોના પુનર્વસનમાં ઘણી મદદ મળશે. ગૃહ મંત્રાલયના નિર્ણયનું સ્વાગત કરતા પ્રિયંકા ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી છે.
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ X પર લખ્યું, મને ખુશી છે કે ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ દુર્ઘટના (Wayanad Tragedy) ને ગંભીર કુદરતી આફત જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આનાથી પુનર્વસનની જરૂરિયાતવાળા લોકોને ઘણી મદદ મળશે અને તે ચોક્કસપણે યોગ્ય દિશામાં એક પગલું છે. તેમણે એમ પણ લખ્યું કે, જો આના માટે વહેલી તકે પૂરતું ભંડોળ પણ ફાળવવામાં આવે તો અમે બધા આભારી હોઈશું.
ગૃહમંત્રી સાથે કરી હતી મુલાકાત
આ મહિનાની શરૂઆતમાં, વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ના નેતૃત્વમાં કેરળના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે કેન્દ્ર પાસેથી સહાયની માંગ કરી હતી. તેમણે અમિત શાહને રાજકારણથી ઉપર ઉઠીને રાહત આપવા વિનંતી કરી હતી.
કોંગ્રેસના સાંસદે (Priyanka Gandhi) કહ્યું કે વાયનાડમાં ભૂસ્ખલન (Wayanad Tragedy) થી પ્રભાવિત લોકો છે, જેમની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નથી બચી. જો કેન્દ્ર આવા સંજોગોમાં પગલાં ન લઈ શકે તો તે સમગ્ર દેશ અને ખાસ કરીને પીડિતોને ખૂબ જ ખરાબ સંદેશ આપે છે. પ્રિયંકાએ કહ્યું કે, પરિવાર, ઘર, બિઝનેસ, સ્કૂલ બધું જ ધોવાઈ ગયું છે, એવામાં જો કેન્દ્ર સરકાર કંઈ નહીં કરે તો અમે શું કરી શકીએ? તેથી, અમે તેમને (કેન્દ્ર) ને અપીલ કરી છે કે રાજકારણને બાજુ પર રાખીને ત્યાંના લોકોને માનવતાવાદી દ્રષ્ટિકોણથી મદદ કરવી જોઈએ.
I am glad @AmitShah ji has finally taken the decision to declare the Wayanad tragedy as a “Disaster of Severe Nature”. This will greatly help those in need of rehabilitation and is definitely a step in the right direction.
We will all be grateful if adequate funds for the same…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 30, 2024
29 જુલાઈના રોજ થયું હતું ભૂસ્ખલન
જણાવી દઈએ કે વાયનાડમાં 29 જુલાઈની રાત્રે ભૂસ્ખલન (Wayanad Tragedy) થયું હતું, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. ભૂસ્ખલનને કારણે ચાર ગામો મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. દુર્ઘટના પછી, કોંગ્રેસના નેતાઓ અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ 1 ઓગસ્ટના રોજ વાયનાડની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ પીડિતોના પરિવારોને મળ્યા હતા.