દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે એક જ તબક્કામાં 2 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 8 ફેબ્રુઆરી પરિણામ જાહેર થઈ જશે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં સળવળાટ આવ્યો છે. રાજધાની દિલ્હીમાં મુખ્યત્વે 3 પાર્ટીઓ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે.
2020ની ચૂંટણીનું શું પરિણામ હતું
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 70માંથી 60થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી રહી છે. 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. ભાજપે 8 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.
#WATCH | Delhi | Election Commissioner Rajiv Kumar says, "There is no evidence of unreliability or any drawback in the EVM… There is no question of introducing a virus or bug in the EVM. There is no question of invalid votes in the EVM. No rigging is possible. High Courts and… pic.twitter.com/kwUhq7B6mK
— ANI (@ANI) January 7, 2025
દિલ્હીમાં કેટલા મતદારો
આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં કુલ 1.55 કરોડથી વધુ મતદારો હશે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે ત્રીજા લિંગની સંખ્યા 1,261 છે.
#WATCH | Delhi | Election Commissioner Rajiv Kumar says, "Indian voters are extremely aware… Stories are going around regarding electoral rolls, even now. Almost 70 steps are there…in which political parties and candidates remain with us… All the claims and objections that… pic.twitter.com/eTiea0tCS3
— ANI (@ANI) January 7, 2025
2025ની ચૂંટણીની શું સ્થિતિ?
70 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાનચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન કરાવાનો નિર્ણય લીધો છે. 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને તેના 3 દિવસ બાદ 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. 16 ફેબ્રુઆરીની આસપાસ સૌથી વધારે બેઠકો જીતનાર પાર્ટીના નેતા સીએમ તરીકે શપથ લેશે.
કોણ જીતશે રાજધાનીનો જંગ
રાજકીય પંડિતોના જણાવ્યાનુસાર, આ વખતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળી શકે છે અને બીજા નંબરે ભાજપ રહી શકે છે, આ વખતે પણ કોંગ્રેસના રકાસની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
