હિન્દુ ધર્મમાં સંકટ ચોથનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આજે એટલે કે 17 જાન્યુઆરી 2025 ના રોજ સંકટ ચોથનું વ્રત રાખવામાં આવશે.
1. સકટ માતાની પૂજા
આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે સકટ માતાની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંકટ ચોથના દિવસે અમુક ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
2. બાળકોની પ્રગતિ માટે વ્રત
સકટ માતાનું વ્રત માતાઓ તેમના બાળકોની પ્રગતિ અને લાંબા આયુષ્ય માટે કરે છે. આ દિવસે અમુક વિશેષ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ ખુશ થાય છે અને તેમની કૃપાથી જીવનમાં ધન અને ખુશહાલીનું આગમન થાય છે.
3. શ્રી યંત્રની પૂજા
સંકટ ચોથના દિવસે શ્રી ગણેશની પૂજાના સમયે શ્રી યંત્રની સ્થાપના કરો તેની સાથે 2 સોપારી ગોઠવો. પૂજા પૂરી થઈ જાય એટલે સોપારીને એક લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં કે તમે જ્યાં રૂપિયા રાખતા હોય તે જગ્યાએ મૂકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તકલીફો દૂર થાય છે અને ઘરમાં ધન આવે છે.
4. કરિયરમાં બાધા
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. એવી માન્ય છે કે આમ કરવાથી કરિયરમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે.
5. તલ અને ગોળનો ભોગ
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને તલ અને ગોળથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. આ દિવસે ભગવાન ગણેશને મોદકનો ભોગ પણ ધરાવવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ગણેશજી ઇચ્છિત ફળ આપે છે.
6. ગણેશ મંત્ર જાપ
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશનો ‘ओम गं गणपतये नम:’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં સૌભાગ્ય આવે છે અને કષ્ટનું નિવારણ થાય છે.
7. ગરમ કપડાંનું દાન
સંકટ ચોથના દિવસે તાલથી બનેલી વસ્તુઓ જેવી કે ચિક્કી, લાડુ, તલ -ગોળ વગેરેનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા લોકોને ગરમ કપડાં, રજાઈ, ધાબળા, સ્વેટર – વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
