એપલનો આઇફોન 16 પ્રો મેક્સ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1,44,900 રૂપિયામાં લોન્ચ થયો હતો, જે એપલનો નવીનતમ ટેકનોલોજી ફોન છે. આવામાં એક ભિખારીના હાથમાં આટલો મોંઘો ફોન હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોવા મળે છે જ્યારે શખ્સએ પુછ્યુ કે ક્યાથી આવ્યો તો ભિખારીએ શું જવાબ આપ્યો.
રાજસ્થાનના અજમેરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી ગયા છે અને પોતાનું હાસ્ય પર કંટ્રોલ રાખી શકતા નથી. ખરેખર વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં ભીખ માંગતો જોવા મળે છે, પરંતુ તેની પાસે iPhone 16 Pro Max મોબાઇલ છે. હા તમે બિલકુલ સાચું વાંચ્યું. આઇફોન વાળો ભિખારી. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ કહે છે કે તેણે તે 1.5 લાખ રૂપિયા આપીને ખરીદ્યો છે. તમે પણ આ સાંભળી વિચારતા થઇ ગયા હશો.
તમારી જણાવી દઇએ કે એપલનો આઈફોન 16 પ્રો મેક્સ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1,44,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે એપલનો નવીનતમ ટેકનોલોજી ફોન છે. ભિખારીના હાથમાં આ મોંઘો ફોન હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
આ વીડિયો રોહિત નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ @rohit_informs પર શેર કર્યો છે. તેણે આશ્ચર્ય સાથે કેપ્શનમાં લખ્યું, આ ભિખારી વાયરલ થયો છે કારણ કે તેની પાસે આઇફોન 16 પ્રો મેક્સ છે. આ વ્યક્તિની અમીરી તો જુઓ, તેણે ઇએમઆઇને બદલે રોકડા ચૂકવીને આ ફોન ખરીદ્યો છે.
વીડિયોમાં એક માણસ ભિખારીને પૂછતો સાંભળી શકાય છે કે તેને આટલો મોંઘો ફોન ક્યાંથી આવ્યો. આના પર ભિખારી પોતાનું નામ અંગ્રેજીમાં જણાવી અને કહે છે કે માંગીને રોકડેથી ખરીદ્યો છે. આ વીડિયો અત્યાર સુધી લાખો લોકો જોઇ ચુક્યા છે. જ્યારે લોકો કોમેન્ટ બોક્સમાં આશ્ચર્યચકિત થઈને ટિપ્પણીઓ કરી રહ્યા છે.
જ્યાં કેટલાક લોકો વિશ્વાસ કરી શકતા નથી કે એક ભિખારી પણ આટલો મોંઘો ફોન ખરીદી શકે છે. કેટલાક લોકો ટોણા મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે નોકરી કરતા તો સારો ભીખ માંગવાનો બિઝનેસ છે. રોકાણની કોઈ ઝંઝટ નહીં, કોઈ લક્ષ્યનું ટેન્શન નહીં. ઉપરથી વધુ વળતરની સંપૂર્ણ ગેરંટી.