મોદી સરકારે શેરડી પકવતાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. હકીકતમાં મોદી સરકારે શેરડીમાંથી મળનાર ઈથેનોલના ભાવમાં જંગી વધારો કર્યો છે આને કારણે ખેડૂતોને શેરડીના વધારે ભાવ મળશે. સરકારે ઇથેનોલની કિંમત 56.58 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. જેનો ફાયદો ખેડૂતોને થશે આ ઉપરાંત ક્રૂડ ઓઈલ પર દેશની નિર્ભરતા ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ મળશે.
શું બોલ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રિય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં ઇથેનોલનો વધુ ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ સરકાર ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધી રહી છે.
#Cabinet approves revised procurement prices for sugarcane-based ethanol for the Ethanol Supply Year 2024-25. The new prices are ₹57.97 per litre for C-heavy molasses, ₹60.73 per litre for B-heavy molasses, and ₹65.61 per litre for sugarcane juice/sugar/sugar syrup.
– Union… pic.twitter.com/TQnCBtHXuI
— Ministry of Information and Broadcasting (@MIB_India) January 29, 2025
16 હજાર કરોડના મિશનને મંજૂરી
આ ઉપરાંત, મોદી સરકારે બુધવારે દેશની અંદર અને અપતટીય વિસ્તારોમાં મહત્વપૂર્ણ ખનિજોના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 16,300 કરોડ રૂપિયાના નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન (NCMM)ને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ મિશનનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજોની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને આત્મનિર્ભરતાને સુનિશ્ચિત કરવાનો છે. NCMM મૂલ્ય શૃંખલાના તમામ તબક્કાઓને આવરી લેશે જેમાં ખનિજ સંશોધન, ખાણકામ, લાભ, પ્રક્રિયા અને જીવનના અંતિમ ઉત્પાદનોની પુનઃપ્રાપ્તિનો સમાવેશ થાય છે.