દેશમાં આજથી અને આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટની સિઝન શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં દેવી લક્ષ્મીને વંદન કરતા કહ્યું હતું કે, દેશની જનતાએ અમને ત્રીજી વખત જવાબદારી સોંપી છે અને અમારી ત્રીજી સરકારનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. ગરીબ મધ્યમ વર્ગ દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે. આ સાથે તેમણે કહ્યું કે,આવતીકાલે રજુ થનાર બજેટ દેશમાં નવો આત્મવિશ્વાસ પેદા કરશે.
#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal…This is the… pic.twitter.com/BF2dT2oTz9
— ANI (@ANI) January 31, 2025
2047માં વિકસિત રાષ્ટ્ર બનવાની ઝલક જોવા મળશે
બજેટ સત્રની શરૂઆત પહેલા PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત વિકસિત રહેશે. આપણા દેશના 140 કરોડ નાગરિકો આ સંકલ્પને પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે, જનતાએ મને ત્રીજી વખત આ જવાબદારી સોંપી છે અને આ ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ 2047 પર કેન્દ્રિત રહેશે. તેમણે કહ્યું કે, અમે મિશન મોડમાં છીએ અને સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
#WATCH | #BudgetSession | PM Modi says, "Ours is a young nation, and today 20-25-year-olds will be the greatest beneficiaries of Viksit Bharat by the time they will be 50 years old…They will be at the helm of policymaking… The efforts to fulfil our vision of Viksit Bharat… pic.twitter.com/H7vtn4huNF
— ANI (@ANI) January 31, 2025
યુવા શક્તિને સમર્થન
વડાપ્રધાને કહ્યું કે, જો વિકાસની ઝડપી ગતિ હાંસલ કરવી હોય તો સૌથી મહત્વની બાબત સુધારા અને જનભાગીદારી છે, જેના કારણે મોટા ફેરફારો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, આપણો યુવા દેશ છે અને આપણી પાસે અપાર યુવા શક્તિ છે. જે યુવાનો આજે 20-25 વર્ષના છે, જ્યારે તેઓ 45-50 વર્ષના થશે, ત્યારે તેઓ વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનવાના છે. આ બજેટમાં મહિલા શક્તિ પર ફોકસ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, દરેક મહિલાને સન્માન અને સમાન અધિકાર મળે તે જરૂરી છે. આપણે નારી શક્તિનું ગૌરવ સ્થાપિત કરવાનું છે અને આ બજેટ સત્રમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
#WATCH | #BudgetSession | PM Narendra Modi says, "You must have noticed, since 2014, this is the first Parliament session, which saw no 'videshi chingari' (foreign interference) in our affairs, in which no foreign forces tried to ignite a fire. I had noticed this before every… pic.twitter.com/WWPDw0LGmS
— ANI (@ANI) January 31, 2025
PMએ કહ્યું, બજેટ હશે ઐતિહાસિક
PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અમે મિશન મોડમાં છીએ અને આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે, એકંદરે આ બજેટમાં નવો વિશ્વાસ પેદા થશે. દેશ PM નરેન્દ્ર મોદીના મતે આ બજેટ સત્ર વિકસિત ભારતને નવી ઉર્જા આપશે. દેશને મજબૂત બનાવે તેવા કાયદા બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 25 વર્ષ સુધી સંકલ્પ દ્વારા સમૃદ્ધ ભારત અને સિદ્ધિ દ્વારા શિખરે પહોંચવાનો ઈરાદો છે. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો અમારો સંકલ્પ છે અને આ વખતનું બજેટ ઐતિહાસિક બનવાનું છે.
PM નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનના અંતે એક મોટી વાત કહી અને કહ્યું કે, મને આશા છે કે, “આ બજેટ સત્રમાં અમે દેશની આકાંક્ષાઓ પર ખરા ઉતરીશું. સૌથી મોટી વાત એ છે કે, 2014 પછી કદાચ આ પહેલું સંસદ સત્ર છે, જેમાં એકાદ-બે દિવસ પહેલા કોઈ વિદેશી ચિનગારી જગાવવામાં આવી ન હતી, વિદેશમાંથી આગ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. હું 2014 થી જોઈ રહ્યો છું કે, દરેક સત્ર પહેલા લોકો તોફાન કરવા તૈયાર હતા અને તોફાન કરવાનો પ્રયાસ કરનારા લોકોની કોઈ કમી નથી. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક બજેટ સત્ર દરમિયાન સંસદમાં ઘણી વખત હંગામો થયો છે અને પેગાસસ, જ્યોર્જ સોરોસથી લઈને હિંડનબર્ગ સુધીના આવા ઘણા ઉદાહરણો છે.