સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ દરમિયયાં મહારાષ્ટ્રથી જે વીડિયો સામે આવ્યો તે ખરેખર ચોંકાવનારો છે. વાસ્તવમાં મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશનનો એક વિડીયો જે હાલ વાયરલ થયો છે તે જોઈને ચોંકી જશો. કારણ કે અહીં એક માણસ એક કૂતરા સાથે અશ્લિલ હરકત કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કૂતરા સાથે ખુલ્લેઆમ અશ્લિલ હરકત
બોરીવલી રેલ્વે સ્ટેશનના સ્કાયવોક પર મોડી રાત્રે એક રખડતા કૂતરા પર અશ્લિલ હરકત કરતો એક વ્યક્તિ કેમેરામાં કેદ થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક નિર્જન ફ્લાયઓવર પર કૂતરા સાથે ગંદી હરકતો કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બુધવારે (29 જાન્યુઆરી) બોરીવલી સ્ટેશન ફ્લાયઓવર પર બની હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ વીડિયો બનાવતી વખતે બ્રિજ પર ચાલી રહ્યો છે અને અચાનક તેની નજર એક વ્યક્તિ પર પડે છે જે ખુલ્લામાં રખડતા કૂતરા સાથે અશ્લિલ હરકત કરી રહ્યો છે.
કેમેરા જોઈને આરોપી તરત જ ઉભો થઈ ગયો
વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ કૂતરા સાથે અશ્લિલ હરકત કરતી વખતે આરોપી સાથે વાત પણ કરે છે. તેણે વીડિયોમાં આરોપીને પૂછ્યું, ‘તે શું કરી રહ્યો છે?’ આ પછી આરોપી તરત જ ઊભો થયો અને ચાલવા લાગ્યો. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ થોડી દૂર સુધી તેનો પીછો કરતો રહ્યો અને તેને તેના ગંદા કૃત્યો વિશે પૂછતો રહ્યો. જોકે અંતે વ્યક્તિએ વિડિયો બંધ કરવો પડે છે કારણ કે, આરોપી ખૂબ આગળ વધી જાય છે.
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર એનિમલ એક્ટિવિસ્ટ એકાઉન્ટ ‘StreetdogsofBombay’ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, “29 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 3 વાગ્યાની આસપાસ મુંબઈના બોરીવલી સ્ટેશન ફ્લાયઓવર પાસે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક લાચાર કૂતરા સાથે અકલ્પનીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો. આપણા સમાજમાં આવી ક્રૂરતા માટે કોઈ સ્થાન નથી અને આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે.
આ પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, ‘અમને તમારી મદદની જરૂર છે, જો તમારી પાસે આ ઘટના વિશે કોઈ માહિતી હોય તો કૃપા કરીને આગળ આવો. આપણે સાથે મળીને પ્રાણીઓની ક્રૂરતા સામે ઊભા રહી શકીએ છીએ અને તમામ જીવો માટે સુરક્ષિત વિશ્વ તરફ કામ કરી શકીએ છીએ. બોલો, જાગૃતિ ફેલાવો અને ન્યાય સુનિશ્ચિત કરવામાં અમારી મદદ કરો! જો તમારી પાસે કોઈ લીડ્સ હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.