બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ એક મહિલા ચાહકને કિસ કરવા બદલ ચર્ચામાં છે. ઉદિતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ હાલમાં એક મહિલા ચાહકને ચુંબન કરવાના વિવાદમાં ફસાયેલા છે. સોશિયલ મીડિયાથી લઈને ગલીઓ સુધી દરેક જગ્યાએ ગાયક વિશે ચર્ચા થઈ રહી છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે ઉદિત આ મુદ્દે પહેલાથી જ સ્પષ્ટતા આપી ચૂક્યા છે. અને હવે ગાયક કહે છે કે તેને આ અંગે કોઈ અફસોસ નથી. ઉદિતે શું કહ્યું તે જાણીએ?
ઉદિત નારાયણે શું કહ્યું?
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ઉદિત નારાયણે આ મુદ્દા વિશે વાત કરી. આ દરમિયાન ગાયકે કહ્યું, શું મેં ક્યારેય એવું કંઈ કર્યું છે જેનાથી મારી જાતને, મારા પરિવારને કે દેશને શરમ આવે? મારા જીવનના આ તબક્કામાં હું આવું કેમ કરીશ, ખાસ કરીને જ્યારે મારી પાસે બધું જ છે. મારા અને મારા ચાહકો વચ્ચેનો સંબંધ ઊંડો છે અને તે પ્રેમ અને સ્નેહનું બંધન છે.
મને આનો કોઈ અફસોસ નથી – ઉદિત
ઉદિતે વધુમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જે કંઈ જોયું તે ફક્ત મારા અને ચાહકો વચ્ચેનો પ્રેમ દર્શાવે છે અને તેનાથી વધુ કંઈ નથી. તેઓ મને પ્રેમ કરે છે અને હું પણ તેમને ખૂબ પ્રેમ કરું છું. વધુમાં ગાયકે કહ્યું કે તેમને આ પરિસ્થિતિ અંગે કોઈ શરમ કે અફસોસ નથી. મને આનો પસ્તાવો શા માટે થવો જોઈએ?
#UditNarayan went from Icon to super lewd in just a minute!
A singer of his stature should be super conscious of his deeds in public. 😭
I never post content like this but ye kya hi dekh liya aaj 😭😭
— Bollywood Talkies (@bolly_talkies) January 31, 2025
મને હસુ આવે છે – ઉદિત
ઉદિતે આગળ કહ્યું કે તમે મને કહો કે મારા અવાજમાં તમને કોઈ ઉદાસી કે પસ્તાવો દેખાય છે કે નહીં. હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને હસી રહ્યો છું. આ કોઈ ખૂબ જ ખરાબ કે ગુપ્ત વાત નથી. આ વાત બધાની સામે છે અને જાહેરમાં છે અને મારું દિલ સાફ છે. ઉદીને કહ્યું કે જો કેટલાક લોકોને આ ગંદુ લાગે છે, તો મને તેના માટે દિલગીર છે. જોકે હું તેમનો આભાર માનવા માંગુ છું કારણ કે તેમણે મને વધુ ફેમસ બનાવ્યો છે.
ભારત રત્ન મેળવવા માંગુ છું – ઉદિત
ઉદિતે આગળ કહ્યું કે મને ઘણા ફિલ્મફેર એવોર્ડ્સ, નેશનલ એવોર્ડ્સ, પદ્મશ્રી અને પદ્મ ભૂષણ મળ્યા છે અને હવે હું લતાજીની જેમ ભારત રત્ન મેળવવાની ઇચ્છા રાખુ છું. તેણે કહ્યું, શું તમને ખબર છે કે મારી પેઢીના ઘણા ગાયકોમાં હું તેમનો પ્રિય ગાયક હતો? જ્યારે મારા પર દેવી સરસ્વતીનો આશીર્વાદ છે, તો હું એવા લોકોની કેમ ચિંતા કરું જેઓ બીજાની સફળતા જોઈ શકતા નથી.