રામ નગરી અયોધ્યા જનાર ભક્તો માટે એક મોટા સમાચાર રામ મંદિર ટ્રસ્ટમાંથી સે આવ્યા છે. અયોધ્યા દરશ માટે જનાર ભક્તો માટે આ ખબર ખૂબ જરૂરી છે. જો તમે પણ પ્રભુ રામની નગરી અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો એકવાર આ સમાચાર ખાસ વાંચી લે જો.
હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને તેના લીધે અયોધ્યામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, જેના લઈને રામ મંદિર ટ્રસ્ટે ભક્તિને અગવડ ના પડે એ હેતુથી ભગવાન રામના દર્શનનો સમય વધારવામાં આવ્યો હતો, ભક્તોની ભીડને જોઈને સમય વધારીને સવારના 5 થી રાતના 11 સુધીનો કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમ ફેરફાર કરવામાં આવ્યા છે. આવતીકાલ એટલે કે 6 ફેબ્રુઆરીથી દર્શનનો સમય બદલાઈને સવારના 6 થી રાતના 10નો થઈ ગયો છે. જ્યારે મંગળ આરતીનો સમય સવારના 4 વાગ્યાનો રહેશે.
રામલલાના દર્શનના સમયમાં ફેરફાર
સવારે 4 વાગે પ્રભુની મંગળા આરતી થશે ત્યારબાદ કપાટ બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ સવારે 6 વાગે શૃંગાર આરતી થશે અને તેના બાદ ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ રામ ભક્ત પ્રભુ રામના દર્શન ભક્તો 10 વાગ્યા સુધી કરી શકશે. આ વાતની પુષ્ટિ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળાને લઈને અત્યાર સુધીમાં મંદિરમાં દર્શન માટે આવનાર લોકોની સંખ્યા 50-60 લાખ થઈ ગઈ છે.
50 લાખ લોકોએ કર્યા રામલલાના દર્શન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું કે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 ફેબ્રુઆરીથી ભક્તો સવારના 6 થી રાતના 10 સુધી દર્શન કરી શકશે, આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મકરસંક્રાંતિથી એટલે કે મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અયોધ્યાના દર્શને 50 લાખથી વધુ ભક્તો આવી ચૂક્યા છે જેમના માટે ટ્રસ્ટ દ્વારા પૂરતી સગવડ પણ કરવામાં આવી હતો. ભક્તો માટે લૉકરથી લઈને વ્હીલચેર સુધીની સુવિધાઓ નિશુલ્ક આપવામાં આવી હતી.