દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત પાછળ પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક કામ કરી ગયો છે. હકીકતમાં મતદાન પહેલા (5 ફેબ્રુઆરી) 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં ’12 લાખની સેલેરીવાળાને ઈન્કમ ટેક્સ નહીં’ની જે જાહેરાત કરાઈ હતી તે કામ કરી ગઈ. વોટિંગના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારની આ ભેટ દિલ્હીવાસીઓના ભેજામાં ઉતરી ગઈ અને ભાજપના પક્ષમાં વોટિંગ કર્યું હતું. પીએમ મોદી અને અમિત શાહે ચૂંટણી પ્રચારમાં ઈન્કમ ટેક્સ છૂટનો મુદ્દો જોર-જોરથી ઉઠાવ્યો હતો જે કામ કરી ગયો.
How did PM Modi win Delhi?
This one example from @p_sahibsingh says it all.
The difference between action and empty promises! pic.twitter.com/AQQYBrUNPN
— Mr Sinha (@MrSinha_) February 8, 2025
કેન્દ્રની ભેટ દિલ્હી મિડલ ક્લાસમાં ભેજામાં ઉતરી
હકીકતમાં દિલ્હીની રાજનીતિમાં મિડલ ક્લાસ બહુ મોટી ભૂમિકા ભજવે છે. દિલ્હીની વસતીમાં પણ 45 ટકા મિડલ ક્લાસ છે અને આ મિડલ ક્લાસ રાજનીતિ પ્રત્યે ખુબ સભાન છે અને 12 લાખની ઈન્કમ ટેક્સ છૂટ કામ કરી અને ભાજપના પક્ષમાં જોરદાર વોટિંગ કર્યું હતું.
#WATCH | Delhi | On winning the #DelhiElections2025 from the Jangpura assembly constituency, BJP leader Tarvinder Singh Marwah says, "I thank PM Narendra Modi, Virendraa Sachdeva, and JP Nadda for considering me worthy enough to contest the election against Manish Sisodia…… pic.twitter.com/W6il2MyXSm
— ANI (@ANI) February 8, 2025
જીત બાદ શું બોલ્યાં પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી વિધાનસભામાં ભાજપને મળેલી જીત પર ખુશી વ્યક્ત કરી હતી. ભાજપની જીત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે લોકશક્તિ સર્વોપરી છે!’ વિકાસ જીત્યો, સુશાસન જીત્યું… ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન. દિલ્હીના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને તેના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વધુ મજબૂતીથી સમર્પિત રહીશું.
દિલ્હીમાં ભાજપને 48 બેઠકો
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને 48 બેઠકો મળી છે. બહુમતીનો આંકડો 36 છે. ભાજપ હવે પોતાના દમ પર સરકાર રચશે.