સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપના નેતાઓમાં વિખવાદ સામે આવ્યો છે.. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની તરફેણમાં આવ્યા છે.. તેઓ ભાજપ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારીની તરફેણમાં હોવાનું સામે આવતા ખેડાના રાજકારણમાં રાજકીય ગરમાવો વધ્યો છે..
ચકલાસીમાં 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે તેમણે આક્રમક તેવર અપનાવ્યા હતા. તેમણે કાર્યકરોને નિરાશ ન થવાનું જણાવતા કહ્યું કે આ લોકો 2027માં તમારી જ પાસે આવશે. તેમણે કહ્યું કે વાજતે-ગાજતે તમને ખેસ પહેરાવવા આવી જશે.
આ સાથે કેસરીસિંહે કહ્યું કે બે વાર ચૂંટાયેલા ઉમેદવારે ફરી એ હોદ્દા માટે ચૂંટણી ન લડી શકે તેવો ખરડો પસાર કરવો જોઇએ.. તેમણે કહ્યું કે અલગ-અલગ ચૂંટણીઓ માટે અલગ-અલગ નિયમો ન હોવા જોઇએ ચૂંટણી કોઇપણ હોય નિયમ સમાન જ હોવા જોઇએ
આ સાથે જૂનાગઢ ભાજપની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 8 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા છે.
તો જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર સામે પોતે અથવા પોતાના પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાને લઇને શિસ્તબંગ બદલ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા છે.