ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં શુભમન ગિલ ભારત માટે ‘શુભમેન’ બન્યો છે. અમદાવાદમાં ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને સાઉથ આફ્રિકાના હાસિમ અમલાનો રેકોર્ડ તોડ્યો હતો. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય અને ગિલ ન રમે એવું ન બની શકે. ગિલે 102 બોલમાં 112 રન કર્યાં હતા.
સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી
ગિલે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. ગિલે 31 જાન્યુઆરી 2019ના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે પોતાની 50મી વનડે રમતાં ગિલે આ જાદુઈ આંકડાનો પાર કરી લીધો હતો. ગિલે સાઉથ સાફ્રિકાના દિગ્ગજ હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો હતો જેણે તેની 51ની ઈનિંગમાં 2500 રનનો આંકડો પાર કરી લીધો હતો.
Jubilation as @ShubmanGill gets to a fine CENTURY!
Keep at it, young man 🙌🙌
Live – https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J
— BCCI (@BCCI) February 12, 2025
વનડેમાં સૌથી ઝડપી 2500 રન
શુભમન ગિલ (ભારત) – 50 ઇનિંગ્સ
હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – 51 ઇનિંગ્સ
ઇમામ ઉલ હક (પાકિસ્તાન) – 52 ઇનિંગ્સ
શુભમન ગિલનો વનડે સીરિઝમાં શાનદાર દેખાવ
શુભમન ગિલે વનડે સીરિઝમાં શાનદાર દેખાવ કર્યો છે. ગિલે શ્રેણીની પહેલી મેચમાં 96 બોલમાં 87 રન બનાવ્યા હતા ત્યાર બાદ બીજી વનડેમાં 52 બોલમાં 60 રન બનાવ્યા હતા.