દુનિયાના એવા પાંચ ક્રિકેટર્સ છે જેમને પોતાની વિસ્ફોટક બેટિંગથી એક ટેસ્ટ મેચને ટી20માં ફેરવી દીધી હોય. આ 5 ક્રિકેટર્સની બેટિંગથી પરેશાન થઈને બોલરો પણ થાકી ગયા છે. આજે અમે તમને ટેસ્ટ ક્રિકેટની એક જ ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન વિશે જણાવીશું. સૌથી મોટી વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતીયના નામે છે. આ ભારતીય ક્રિકેટરનું નામ જાણીને ચાહકો દંગ રહી જશે. અહીં જાણો ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર્સના વિશે.
1. જસપ્રિત બુમરાહ (ભારત) – 35 રન
ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ 35 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતના દિગ્ગજ ઝડપી બોલર જસપ્રિત બુમરાહના નામે છે. જસપ્રીત બુમરાહે વર્ષ 2022માં ઈંગ્લેન્ડની સામે બર્મિંધમમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં સ્ટુઅર્ડ બ્રોડની એક જ ઓવરમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન જસપ્રીત બુમરાહે 29 રન કર્યા હતા અને બાકીના 6 રન એક્સ્ટ્રા મળ્યા હતા. જસપ્રીત બુમરાહનો આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.
2. બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ) – 28 રન
ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટરોની લિસ્ટમાં બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનું નામ બીજા નંબર પર આવે છે. બ્રાયન લારાએ વર્ષ 2003-04માં સાઉથ આફ્રિકાના લેફ્ટ આર્મ સ્પિનર રોબિન પીટરસનની એક ઓવરમાં 28 રન ફટકાર્યા હતા. બ્રાયન લારાએ આ દરમિયાન 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા.
3. જ્યોર્જ બેઈલી (ઓસ્ટ્રેલિયા) – 28 રન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વન ડે કેપ્ટન જ્યોર્જ બેલીએ વર્ષ 2013-14માં ઈંગ્લેન્ડની સામે પર્થમાં રમાયેલી એશેજ ટેસ્ટ મેટમાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની એક ઓવરમાં 28 રન કર્યા હતા. જ્યોર્જ બેલીએ આ દરમિયાન 3 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા.
4. કેશવ મહારાજ (દક્ષિણ આફ્રિકા) – 28 રન
સાઉથ આફ્રિકાના ઓફ સ્પિન ઓલરાઉન્ડર કેશવ મહારાજે વર્ષ 2019માં ઈંગ્લેન્ડની સામે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી એક ટેસ્ટમાં જો રૂટની એક ઓવરમાં 28 રન કર્યા હતા. કેશવ મહારાજે આ દરમિયાન 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જો રૂટ પાર્ટ ટાઈમ સ્પિનર છે અને કેશવ મહારાજે તેની એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા.
5. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) – 27 રન
પાકિસ્તાની પૂર્વ ઓલરાઉન્ડર શાહિદી આફ્રિદીએ વર્ષ 2005માં ભારતની સામે લાહોરમાં રમાયેલી એક ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર હરભજન સિંહની એક ઓવરમાં 27 રન ફટકાર્યા હતા. શાહિદ આફ્રિદીએ આ દરમિયાન 4 છગ્ગા માર્યા હતા. શાહિદ આફ્રિદીએ આ ઓવરમાં સતત ચાર સિક્સર ફટકાર્યા બાદ 2 રન અને પછી 1 રન લીધો હતો.