ન્યૂઝીલેન્ડની પ્લેયર અમેલિયા કેર મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી છે. ન્યૂઝીલેન્ડની આ પ્લેયર ભલભલી એક્ટ્રેસને પણ પાછળ પાડે તેવી સુંદર છે. જુઓ તેની સુંદર તસવીરો.
1. અમેલિયા કેર
મહિલા ટી-20 વર્લ્ડ કપના ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ રહેલી અમેલિયા કેરે ન્યૂઝીલેન્ડને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભુમિકા નિભાવી છે.
2. શાનદાર ઈનિંગ
24 વર્ષની અમેલિયાએ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લીધી અને ફાઈનલમાં 38 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી અને પછી ત્રણ વિકેટ લઈને સાઉથ આફ્રીકાનું સપનું ચકનાચુર કરી નાખ્યું.
3. ન્યૂઝીલેન્ડનો સ્કોર
સાઉથ આફ્રીકાના સામે ગઈકાલે રાત્રે થયેલી ફાઈનલમાં અમેલિયાને બીજી જ ઓવરમાં ક્રીઝ પર આવવું પડ્યું. ધીમી પિચ અને ધીમી આઉટફીલ્ડની વચ્ચે કેરે પોતાની વિકેટ બચાવી અને છેલ્લે તાબડતોડ રન બનાવીને ન્યૂઝીલેન્ડને 158/5ના મજબૂત ટોટલ સુધી પહોંચાડ્યું.
4. પ્લેયર ઓફ ધ મેચ
ન્યૂઝીલેન્ડની પ્લેયર અમેલિયા કેર મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી છે. ન્યૂઝીલેન્ડની આ પ્લેયર ભલભલી એક્ટ્રેસને પણ પાછળ પાડે તેવી સુંદર છે.
5. બ્રુકનો મળ્યો સાથ
બેટ્સ અને કેરે 36 બોલ પર 37 રન માર્યા હતા અને આ જોડી ખતરનાક થતી જઈ રહી હતી. એવામાં પાવરપ્લેમાં કેપ્ટને પોતાની સૌથી સફળ બોલર સ્પિનર નોનકુલુલેકોને ઉતારી અને તેણે આ જોડીને તોડી.
6. સોશિયલ મીડિયા પર છવાઈ Amelia Kerr
Amelia Kerr સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ઘણા ફેંસ પણ છે. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે ફેંસ તેના પર ફિદા થઈ ગયા છે.